આજે રાજ્યમાં મંત્રીમંડળની જાહેરાત થવાની છે. બુધવારે મંત્રીમંડળની શપથવિધિ મુલતવી રાખવામાં આવી હતી, જે બાદ હવે આજે એટલે કે ગુરુવારે આ શપથવિધિ થવાની છે. જો કે તે પહેલા રાજ્યનાં અલગ-અલગ નેતાઓને મંત્રી પદ આપવામાં માટે ફોન આવવાનું શરૂ થઇ ગયુ છે.
આ પણ વાંચો – ગાંધીનગર / આ નેતાઓને મંત્રી બનાવવા માટે આવવા લાગ્યા ફોન
- ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 23 મંત્રી લેશે શપથ
- અમદાવાદમાંથી મુખ્યમંત્રી સહિત 3ને સ્થાન
- 2 મહિલા ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન
- ઉત્તર ગુજરાતમાંથી 3 મંત્રીનો સમાવેશ
- મધ્ય ગુજરાતમાંથી 6 મંત્રી લેશે શપથ
- સૌરાષ્ટ્રમાંથી 8 મંત્રી બનાવાયા
- દ.ગુજરાતમાંથી 7 ધારાસભ્યોને સ્થાન
તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કુલ 23 મંત્રી શપથ લેશે. અમદાવાદમાંથી મુખ્યમંત્રી સહિત 3 ને સ્થાન આપવામાં આવશે. વળી 2 મહિલા ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે. ઉપરાંત, ઉત્તર ગુજરાતમાંથી 3 મંત્રીનો, મધ્ય ગુજરાતમાંથી 6 મંત્રી, સૌરાષ્ટ્રમાંથી 8 મંત્રી અને દક્ષિણ ગુજરાતમાંથી 7 ધારાસભ્યોને સ્થાન આપવામા આવશે.
આ 23 મંત્રી લેશે શપથ:-
પટેલ – 8
ક્ષત્રિય -2
ઓબીસી -6
SC 2
ST -3
જૈન -1
ઉત્તર
(1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ )
(2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી )
(3) કિરિટસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય
દક્ષિણ
(1) નરેશ પટેલ, ગણદેવી (st )
(2) કનુ દેસાઈ, પારડી ( બ્રહ્મણ )
(3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST
(4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન
(5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ
(6) દુષ્યંત પટેલ ( પટેલ ) ભરૂચ
(7) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ
સૌરાષ્ટ્ર
(1) જે.વી.કાકડીયા ( ધારી, પટેલ )
(2) અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ
(3) રાઘવજી પટેલ ( પટેલ )જામનગર
(4) બ્રિજેર મેરજા ( પટેલ )મોરબી
(5) દેવા માલમ ( કેશોદ) કોળી
(6) કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય
(7) આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી )
(8) જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )
મધ્ય
(1) જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી
(2) નિમિષા સુથાર ( મોરવા હડફ ) ST
(3) પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી
(4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી )
(5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST
(6) મનીષા વકીલ : SC
આ પણ વાંચો – Political / ગુજરાતની નવી સરકારમાં 20 થી 22 મંત્રી લેશે શપથ?
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગુજરાતનાં રાજકારણમાં આજનો દિવસ ખૂબ વ્યસ્ત દેખાઇ રહ્યો છે. બુધવારે નવા મંત્રીમંડળનાં શપથગ્રહણ માટે મંચ તૈયાર કરાયા બાદ અચાનક પોસ્ટરો કાઢી નાખવામાં આવ્યાં હતા. છેલ્લી ઘડીએ શપથગ્રહણ ટાળતા રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો હતો. કારણ કે, છેલ્લાં 25 વર્ષથી સત્તામાં રહેલા ભાજપને પહેલી વાર પોતાના મંત્રીઓની નારાજગીને કારણે આ પગલું ભરવું પડ્યું હતું.
