MI vs CSK/ ધોનીનાં ધુરંધરોએ મારી બાજી, MI ને 20 રને હરાવી CSK એ મેળવ્યું પોઇન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન

આઈપીએલનાં બીજા તબક્કાની પ્રથમ મેચમાં એમએસ ધોનીની આગેવાનીવાળી CSK એ મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવી જબરદસ્ત શરૂઆત કરી દીધી છે.

Top Stories Sports

IPL નાં બીજા તબક્કાની પ્રથમ મેચમાં એમએસ ધોનીની આગેવાનીવાળી CSK એ મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવી જબરદસ્ત શરૂઆત કરી દીધી છે. CSK એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા અને મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 157 રન બનાવવાના હતા, પરંતુ ટીમ 20 ઓવરમાં માત્ર 136 રન જ બનાવી શકી હતી અને આમ ટીમ 20 રને હારી ગઈ હતી.

આ પણ વાંચો – Cricket / પ્રવાસ અધવચ્ચે છોડી ગયેલી ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ પર ભડક્યા ઇન્ઝમામ-ઉલ-હક, જાણો શું કહ્યુ

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ પાસે હજુ આઠ પોઈન્ટ છે અને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે ટીમને વધુ મહેનત કરવી પડશે. વળી, ચેન્નઈ સુપર કિંગ્સનાં હવે 12 પોઈન્ટ છે. આ રીતે, ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ હવે પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરવા માટે ખૂબ નજીક પહોંચી ગઇ છે. મુંબઈ ઈન્ડિયન્સે આ જ સીઝનની પ્રથમ મેચ જીતી હતી અને આ વખતે CSK એ મેચ જીતી છે. આ રીતે, લીગ તબક્કાની મેચ સમાન પાયે સમાપ્ત થઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સે આપેલા 157 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સે પણ સારી શરૂઆત કરી ન હોતી. ક્વિન્ટન ડી કોક અને અનમોલપ્રીત ટીમ માટે ઓપનર તરીકે મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ જ્યારે ટીમનો કુલ સ્કોર 18 રન હતો, ત્યારે ડી કોક 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી, સૂર્ય કુમાર યાદવે અનમોલપ્રીત સિંહ સાથે મળીને ઇનિંગ્સ સંભાળવાનું કામ કર્યું હતુ. પરંતુ તે બંને પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં.

35 રનનાં કુલ સ્કોર પર અનમોલપ્રીત અને 37 રનનાં કુલ સ્કોર પર સૂર્ય કુમાર યાદવ આઉટ થઇ ગયો હતો, આમ માત્ર ત્રણ રનમાં જ તેઓ આઉટ થયા હતા. ઇશાન કિશન પણ 11 રન કર્યા બાદ પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ સૌરભ તિવારી એક છેડે પોતાનું કામ કરી રહ્યો હતો. ટીમને મોટો ફટકો ત્યારે મળ્યો જ્યારે MI નો કેપ્ટન કિરોન પોલાર્ડ પણ 15 રન બનાવી આઉટ થયો હતો. કૃણાલ પંડ્યા ચાર રન બનાવી રનઆઉટ થયો હતો. ટીમની છ વિકેટ પડી ગઈ હતી અને ટીમનો સ્કોર હજુ 100 રન પણ નહોતો થયો. ટીમ પર મુશ્કેલીનાં વાદળો ઘેરાવા લાગ્યા હતા. સૌરભ તિવારી એક છેડો પકડી રહ્યો હતો. જોકે, તે ટીમને જીત અપાવવામાં સફળ રહી શક્યો ન હતો.

આ પણ વાંચો – IPL / ક્રિસ ગેલ IPL છોડી ક્યા ચાલ્યો? કહ્યુ- હુ પાકિસ્તાન જઇ રહ્યો છુ, કોણ સાથે આવશે?

અગાઉ CSK નાં ઓપનર ઋતુરાજ ગાયકવાડે અણનમ 88 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે ડ્વેન બ્રાવોએ 23 રનની તોફાની ઇનિંગ રમી મુંબઇ ઈન્ડિયન્સ સામે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા. CAK નાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી અને ત્રણ બેટ્સમેનો ખાતું ખોલ્યા વિના જ આઉટ થયા હતા. જોકે ઓપનર ગાયકવાડે શાનદાર અણનમ ઇનિંગ રમી, 58 બોલમાં નવ ચોક્કા અને ચાર છક્કાની મદદથી 88 રન બનાવ્યા હતા, જ્યારે ડ્વેન બ્રાવોએ શાનદાર ઇનિંગ રમી અને ત્રણ છક્કાની મદદથી માત્ર 8 બોલમાં 23 રન બનાવ્યા હતા. આ બે બેટ્સમેનો સિવાય રવિન્દ્ર જાડેજાએ 33 બોલમાં એક ચોક્કાની મદદથી 26 રન બનાવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટ, એડમ મિલને અને જસપ્રિત બુમરાહે મુંબઈ માટે બોલિંગ કરતી વખતે બે-બે વિકેટ લીધી હતી.