ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે મંગળવારે ત્રણ મેચની વનડે સીરીઝ પ્રથમ મેચ રમાઈ હતી. ભારત ભલે આ મેચ હારી ગયું હોય પરંતુ કેપ્ટન મિતાલી રાજે ફરી એકવાર પોતાની બેટિંગ પાવર બતાવી હતી. તેણે મુશ્કેલ સમયમાં ટીમ માટે 3 ચોક્કાની મદદથી 107 બોલમાં 63 રન બનાવ્યા હતા. આ સાથે જ મિતાલીએ બે મોટી સિદ્ધિઓ પોતાના નામે કરી હતી. તેણે પોતાની કારકિર્દી (આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક) માં 20 હજાર રન પૂરા કર્યા છે. તેણીએ આંતરરાષ્ટ્રીયમાં 10 હજારથી વધુ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં 10 હજારથી વધુ રન બનાવ્યા છે.
આ પણ વાંચો – Cricket / બ્રોડે ભારત પ્રવાસનો અનુભવ શેર કર્યો, કહ્યુ- ખરાબ રહ્યો અનુભવ, અહી ધીમુ હતુ Wi-Fi
આપને જણાવી દઇએ કે, મિતાલીએ 20 હજાર રન બનાવવાની સફળતા હાંસલ કર્યા બાદ વધુ એક મજબૂત રેકોર્ડ બનાવ્યો છે. તેણે સતત પાંચમી વનડેમાં અડધી સદી ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. મિતાલી સતત 5 વનડે ઈનિંગ્સ (પુરુષ/સ્ત્રી) માં 50 કે તેથી વધુ રન બનાવનારી પ્રથમ ક્રિકેટર બની છે. આ દરમિયાન, તેના સાથી ખેલાડીઓએ કોઈપણ ઇનિંગ્સમાં પચાસનો આંકડો સ્પર્શ પણ કર્યો ન હતો. તેણે છેલ્લી ચાર મેચમાં અણનમ 79, 72, 59 અને અણનમ 75 રન બનાવ્યા હતા. આપને જણાવી દઈએ કે, મિતાલીએ ઓસ્ટ્રેલિયા સામે જે ફિફ્ટી ફટકારી હતી તે તેની વનડે કારકિર્દીની 59 મી ફિફ્ટી છે. 38 વર્ષીય મિતાલી 22 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી છે અને તે સતત ચમકતી રહી છે. છેલ્લા કેટલાક સમયથી તેના બેટથી ઘણા રન બહાર આવી રહ્યા છે. મિતાલીએ જૂન 1999 માં આયર્લેન્ડ સામે 16 વર્ષની ઉંમરે ભારત માટે વનડે ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે તમામ ફોર્મેટમાં ભારતીય મહિલા ટીમનો મહત્વનો ભાગ રહી છે. તેણે અત્યાર સુધી અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. મહિલા ક્રિકેટમાં 6,000 થી વધુ રન બનાવનાર તે એકમાત્ર ખેલાડી છે. મિતાલી 10 હજાર આંતરરાષ્ટ્રીય રન પૂરા કરનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે.
MILESTONE🚨: @M_Raj03 has now completed 𝟐𝟎𝟎𝟎𝟎 career runs.🙌🏾🙌🏾👏🏾 #Legend pic.twitter.com/tkY9zWmNYF
— BCCI Women (@BCCIWomen) September 21, 2021
આ પણ વાંચો – ધમકી / ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકટ ટીમને ઈંગ્લેન્ડમાં બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
આપને જણાવી દઇએ કે, મિતાલીએ અત્યાર સુધી 218 વનડે મેચમાં 51.88 ની એવરેજથી 7367 રન બનાવ્યા છે. વળી, તેણે 11 ટેસ્ટ મેચની 18 ઇનિંગ્સમાં 44.60 ની એવરેજથી 669 રન બનાવ્યા હતા. તેણે T20 આંતરરાષ્ટ્રીયમાં 89 મેચમાં 37.52 ની એવરેજથી 2,364 રન બનાવ્યા છે. મિતાલી રાજે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં રેકોર્ડ 80 અડધી સદી અને આઠ સદી ફટકારી છે. આ સાથે જ તેણે T20 માં 17 અડધીસદી ફટકારી હતી. મિતાલીએ ટેસ્ટ મેચમાં માત્ર એક સદી ફટકારી હતી.
