Video/ KBC શોમાં બીગ બી અમિતાભે અચાનક કહી દીધું આ શો બંધ કરી દો, પછી

અમિતાભ બચ્ચન આજકાલ કોણ બનેગા કરોડપતિ શોની 13મી સીઝનને હોસ્ટ કરી રહ્યા છે. KBC ની આ સિઝનના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં પર વાયરલ છે…

Entertainment
KBC

બોલીવૂડ મેગા સ્ટાર અને બીગ બી તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન આજકાલ કોણ બનેગા કરોડપતિ શોની 13મી સીઝનને હોસ્ટ કરી રહ્યા છે. KBC ની આ સિઝનના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં પર વાયરલ છે, ત્યારે ફેન્સ હંમેશા આ શોમાં ખાસ દિલસ્પી બતાવે છે, પરંતુ આ સીજનમાં અમિતાભ બચ્ચનનો ખાસ અંદાજ લોકોને પસંદ આવ્યો છે.

આ પણ વાંચો :પાયલ ઘોષ પર અજાણ્યા હુમલાખોરોએ કર્યો એસિડ અટેકનો પ્રયાસ, વીડિયોમાં સંભળાવી કહાની

હકીકતમાં, નીરજ ચોપડા સાથે તેઓનો KBC સેટ પર રમવું દર્શકોને ખાસ પસંદ આવી રહ્યું છે, એમાં પણ શોમાં આવેલા એક કન્ટેસ્ટેન્ટે અમિતાભ સાથે પોતાના દિલની વાત કહેતા નજર આવી રહ્યા છે, ત્યારે અમિતાભ આ શોને બંધ કરવાની વાત કરે છે.

https://www.instagram.com/p/CUDPQR9K8OY/?utm_source=ig_web_copy_link

શો બંધ કરવાની કરી હતી વાત

કેબીસીનો એક પ્રોમો ઇન્ટરનેટ પર છવાઈ ગયો છે, જેમાં અમિતાભ બિઝનેસ કન્ટેસ્ટેન્ટ નમ્રતાની પ્રશંસા કરતા નજરે જોવા મળે છે. આ વિડીયોમાં બીગ કહે છે કે, તમે ગળામાં જે નેકલેશ પહેરો છો તે ઘણું જ સુંદર છે. ત્યારબાદ નમ્રતા કહે છે કે, હું તમને અમિત જી કહીને બોલાવી શકું છું.

આ પણ વાંચો : રાજ કુન્દ્રા બે મહિના પછી જેલમાંથી છૂટ્યો, કહ્યું- મને બલીનો બકરો બનાવવામાં આવ્યો છે…

આ અંગે અમિત જી કહે છે કે, માત્ર અમિત ખો. આ સાથે સાથે અમિતાભ બચ્ચને આગળ કહ્યું કે, પ્રોડ્યુસર જી આ કાર્યક્રમ બંધ કરો માટે નમ્રતા જી સાથે ચા પીવા જવું છે. ત્યારબાદ હવે KBCનો આ પ્રોમો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો :જયારે શાહરૂખ ખાનને લીધે ગુલશન ગ્રોવરને ન મળ્યો હતો મોરોક્કનનો વિઝા

આ પણ વાંચો : શિલ્પા શેટ્ટીએ પતિને જામીન મળતા કરી આ પોસ્ટ, લોકો થઇ રહ્યા છે કન્ફયુઝ