દિલ્હી/ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને કચરાના પર્વતમાંથી કમાણીની યોજના બનાવી..જાણો વિગતો

પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એ તેની આવક વધારવાના નવા રસ્તાે શોધી કાઢયો છે. કોર્પોરેશન હવે કચરામાંથી કમાણી કરવાનું આયોજન કરી રહ્યું છે

India

આવતા વર્ષે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવતા પહેલા, પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (EDMC) એ તેની આવક વધારવાના નવા રસ્તા શોધી કાઢયો છે. આ માટે કોર્પોરેશન હવે કચરામાંથી પણ કમાણી કરવાનું આયોજન કરી રહ્યું છે.

હવે પૂર્વ દિલ્હીમાં ગમે ત્યાં ફિલ્મો અને વેબ સિરીઝના શૂટિંગ માટે, નિર્માતાઓએ પ્રતિ દિવસ 75,000 રૂપિયા અને લેન્ડફિલ સાઇટ્સ નજીક શૂટિંગ માટે 2 લાખ રૂપિયા ચૂકવવા પડશે.EDMC ના મેયર શ્યામ સુંદર અગ્રવાલે શનિવારે કહ્યું હતું કે, જો કોઈ ગાઝીપુર લેન્ડફિલ સાઇટ પર શૂટિંગ કરવા માંગે છે, તો તેમની પાસેથી 2 લાખ રૂપિયા લેવામાં આવશે અને 25,000 રૂપિયાના સિક્યોરિટી મની પણ લેવામાં આવશે, જે અમે 2 અઠવાડિયામાં તેમના ખાતામાં પરત કરીશું.

મેયરે એ પણ સ્પષ્ટ કર્યું કે જો કોઈ કચરાના નિકાલના મુદ્દે ડોક્યુમેન્ટ્રી બનાવવા અને લોકોને સામાજિક સંદેશ આપવા માટે વીડિયો શૂટ કરવા માંગે છે, તો તેઓ અમને અરજી કરી શકે છે, અમે તેમની પાસેથી ચાર્જ નહીં લઈએ.

 

નોંધનીય છે કે હવે 272 વોર્ડ સાથે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને માત્ર થોડા મહિના બાકી છે. 2012 માં, એમસીડીને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવી હતી – ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન. જ્યારે NDMC અને SDMC પાસે 104 બેઠકો છે, EDMC માં 64 કાઉન્સિલર છે. એમસીડીને ત્રણ ભાગમાં વહેંચવાના પગલા પાછળનો તર્ક એ હતો કે તે વહીવટને સરળ બનાવશે અને દિલ્હીવાસીઓને વધુ સારી નાગરિક સેવાઓ આપશે.