ટીમ ઈન્ડિયાનાં વિકેટકીપર અને કેપ્ટન રહી ચુકેલા મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ક્રિકેટમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે, તે ક્યારેય ભૂલી શકાય નહી. ધોનીએ 2007 માં ટીમને પ્રથમ વખત ટી 20 વર્લ્ડકપનો ખિતાબ જીતાડ્યો હતો. ત્યારબાદ 2011 માં આઈસીસી વર્લ્ડ કપનો વનડે ફોર્મેટ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ધોનીએ ચમત્કાર કર્યો હતો. ધોની વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ટીમને આઈસીસીનાં ત્રણેય મોટા ખિતાબ જીતાડ્યા છે. જોકે ભારતીય ક્રિકેટને ઉંચાઈ પર લઈ ગયેલા ધોનીની ટીમમાં પહેલીવાર કેવી રીતે પસંદગી કરવામાં આવી હતી, તે વિશે જે તેમના પર બનેલી ફિલ્મમાં જે કહેવામાં આવ્યું હતું તે ખોટું સાબિત થઇ રહ્યુ છે.
ટીમમાં રમતા ખેલાડી અહીં સુધી કેવી રીતે પહોંચી શક્યા તે જાણવાની દરેક વ્યક્તિને ઇચ્છા હોય છે. ધોનીની ફિલ્મ ‘ધ અનટોલ્ડ સ્ટોરી મહેન્દ્ર સિંહ ધોની‘ માં બતાવવામાં આવ્યુ હતું કે ધોની રેલ્વેમાં કામ કરતી વખતે ખૂબ જ સંઘર્ષ કરતો હતો અને ત્યારબાદ 2003 માં તે સૌરવ ગાંગુલીનો સાથે મળવાનાં કારણે ટીમમાં સામેલ થઈ શકે છે. પરંતુ હવે ભારતનાં પૂર્વ વિકેટકીપર અને 1983 ની વર્લ્ડ ચેમ્પિયન ટીમનાં સભ્ય સૈયદ કિરમાનીએ તેને લઇને મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, કેવી રીતે ધોનીની ટીમમાં પસંદગી કરવામાં આવી. કિરમાનીએ કહ્યું કે, જ્યારે તે અને તત્કાલીન સિલેક્ટર પ્રણવ રોય એક રણજી મેચ જોઈ રહ્યા હતા, ત્યારે તે બંને વચ્ચે ધોનીને લઇને ચર્ચા થઈ હતી.
એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યું દરમિયાન કિરમાનીએ કહ્યું કે, ધોની ટીમમાં કેવી રીતે આવ્યો તે આ પહેલા મેં ક્યારેય તેનો ખુલાસો કર્યો નથી. હું અને પૂર્વ ઝોનનાં કો સિલેક્ટર પ્રણવ રોય રણજી ટ્રોફી મેચ જોઈ રહ્યા હતા. ઘણો સમય થઇ ગયો છે, એટલે હુ ઠીક રીતે નથી કહી શકતો કે તે કઇ મેચ હતી. પરંતુ પ્રણવ રોય તેના સાક્ષી છે. ”પ્રણવએ કિરમાનીને કહ્યું કે, ઝારખંડનો વિકેટકીપર-બેટ્સમેન છે જેની પસંદગી થવી જોઈએ. આ પછી, કિરમાનીએ પ્રણવને પૂછ્યું કે, તે આ મેચમાં વિકેટકિપીંગ કરી રહ્યો છે, ત્યારે પ્રણવે જવાબ આપ્યો કે તે હાલમાં સ્ટમ્પની પાછળ નથી પરંતુ ફાઇન લેગ પર છે. ત્યારબાદ કિરમાનીએ ધોની તરફ પોતાનું ધ્યાન દોર્યુ હતુ. તેના જૂના રેકોર્ડ્સ જોતા, તેમને લાગ્યું કે તે વધુ સારું કરી રહ્યો છે. આ પછી ધોનીની પૂર્વ ઝોન માટે પસંદગી કરવામાં આવી હતી.
2004 માં, ભારતીય ટીમ વિકેટકીપરની શોધમાં હતી. નયન મોંગિયા અને સબા કરીમ બાદ પસંદગીકારોએ એક પછી એક પ્રયોગો કર્યા પરંતુ બધા નિષ્ફળ ગયા. દિનેશ કાર્તિકને તક મળી. પાર્થિવ પટેલ પર પણ ટ્રાયલ કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે ધોનીએ તેની ગેમ બતાવી, તો બધા જ જોતા રહી ગયા. ધોનીએ પોતાના ડેબ્યૂ બાદ પાછળ ફરીને જોયું નથી. 2007 માં તેણે ટીમની કેપ્ટનશીપ પણ સંભાળી હતી. આવી સ્થિતિમાં કાર્તિક અને પાર્થિવનું પત્તુ પૂરી રીતે કપાઇ ગયુ હતુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
