બિહારનાં મોતીહારીમાં રવિવારે સવારે 10 વાગ્યે મોટો અકસ્માત થયો છે. જિલ્લાનાં ચિરૈયા બ્લોકની સિકરહના નદીમાં 22 લોકોથી ભરેલી બોટ પલટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં 20 લોકો ગુમ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. જ્યારે એકનું મોત થયું છે. વળી, પાંચ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બોટમાં રહેલા દરેક લોકો શેર લાવવા માટે નિકળ્યા હતા. મહિલા મુન્ના દેવી સહિત બે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અન્યની શોધ ચાલુ છે.
આ પણ વાંચો – રેડિયો કાર્યક્રમ / PM મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને કર્યું સંબોધિત, કહ્યુ- વર્ષમાં એક વખત નદી ઉત્સહ મનાવવો જોઇએ
આપને જણાવી દઇએ કે, બિહારનાં મોતીહારીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સિકરહના નદીમાં એક બોટ પલટી જતાં 22 લોકો ડૂબી ગયા હતા. સ્થાનિક લોકોએ નદીમાંથી 6 મૃતદેહો બહાર કાઢ્યા છે. બાકીની શોધખોળ ચાલુ છે. આ અકસ્માત શિકારગંજ પોલીસ સ્ટેશનનાં ગોધિયા ગામમાં થયો હતો જેમાં બોટ પલટી જતાં 22 લોકો ડૂબી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોધિયા ગામનાં 20-25 લોકો શેરડી લાવવા માટે બોટ પર નદી પાર કરી રહ્યા હતા. નદીની મધ્યમાં પહોંચતા જ પાણીનાં જોરદાર પ્રવાહને કારણે બોટ પલટી ગઈ હતી.
આ પણ વાંચો – સંબોધન / UNમાં PM નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું ભારત લોકશાહીની માતા છે,આતંકવાદને રાજકીય હથિયાર ના બનાવો જોઇએ
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ 22 લોકો ડૂબી ગયા હોવાના અહેવાલ છે. સ્થાનિક લોકો અને ડાઇવર્સની મદદથી 6 લોકોનાં મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બોટ ચલાવતો એક માણસ સ્વિમિંગ કરીને બહાર નીકળવામાં સફળ રહ્યો છે. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગુમ થયેલા લોકોની શોધ માટે ડાઇવર્સ તૈનાત કરવામાં આવ્યા છે. સિકરહના SDO, DSP સહિત સબ ડિવિઝનનાં તમામ અધિકારીઓ ઘટના સ્થળે ધામા નાખી રહ્યા છે. ઘાટ પર ગ્રામજનોની ભીડ એકઠી થઈ છે. સિકરહના ઘાટ પર અરાજકતાનું વાતાવરણ સર્જાયું છે.
