Cricket/ ઓસ્ટ્રેલિયાની આ ખેલાડીને મોંઢા પર વાગ્યો બોલ, લોહીની ઉલટી કરતી જોવા મળી, Video

મેચ દરમિયાન એક દર્દનાક ઘટના પણ બની, જેમા  39 મી ઓવર દરમિયાન સોફી મોલિનેક્સનાં મોંઢા પર બોલ વાગ્યો હતો જે બાદ તે લોહીની ઉલટી કરતી જોવા મળી હતી.

Sports

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે ત્રણ મેચની સીરીઝની ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમને 2 વિકેટે હરાવી છેલ્લી 26 વનડે મેચમાંથી કાંગારૂ ટીમની જીતનો સિલસિલો અટકાવ્યો હતો. ત્રીજી વનડેમાં હાર સાથે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાનાં ક્લીન સ્વીપનું સપનું પણ તોડી નાખ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ વનડે સીરીઝ 2-1થી જીતી લીધી હતી. જો કે આ મેચ દરમિયાન એક દર્દનાક ઘટના પણ બની હતી. આ ઘટના ભારતીય ઇનિંગની 39 મી ઓવર દરમિયાન બની હતી. સોફી મોલિનેક્સનાં મોંઢા પર બોલ વાગ્યો હતો જે બાદ તે લોહીની ઉલટી કરતી જોવા મળી હતી.

આ પણ વાંચો – Cricket / અંતિમ વન-ડેમાં ભારતની મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવી પરતું શ્રેણી 2-1થી હારી

39 મી ઓવરનાં છેલ્લા બોલ પર દીપ્તિ શર્માએ ઓસ્ટ્રેલિયાનાં બોલર સધરલેન્ડનાં શોર્ટ બોલ પર પૂલ કરીવાનો પ્રયાસ કર્યો હતો. દીપ્તિ શર્માનાં બેટથી ટોપ-એજ લાગ્યુ અને બોલ ફાઈન લેગની દિશામાં ગયો. આ પછી, બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહેલી સ્ટેલા કેમ્પબેલે બોલને વિકેટ તરફ જોરથી ફેંક્યો. બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે સોફી મોલિનેક્સ ઘાયલ થઇ હતી. આ પછી તેના મોંઢામાંથી લોહી નીકળવા લાગ્યું હતુ. જે પછી તે મેદાનની બહાર ગઈ અને થોડા સમય પછી તેના હોઠને સીલબંધ પટ્ટીથી લપેટી અને મેદાનમાં ફિલ્ડિંગમાં પરત ફરી હતી.

આ પણ વાંચો – IPL / રોમાંચક મેચમાં છેલ્લા બોલ પર ચેન્નાઇ સુપર કિંગ્સે કોલકાતાને હરાવ્યું,જાડેજાએ મેચની બાજી પલટી

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 9 વિકેટે 264 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઝુલન ગોસ્વામીએ ત્રણ વિકેટ લીધી હતી. ભારતે 8 વિકેટે 265 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારતને જીતવા માટે છેલ્લા 4 બોલમાં 3 રનની જરૂર હતી. ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ શાનદાર ચોક્કો ફટકારીને ટીમનાં વિજય પર મહોર લગાવી હતી. ભારત તરફથી યાસ્તિકાએ 64 અને શેફાલી વર્માએ 56 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ સીરીઝની પ્રથમ મેચ 9, જ્યારે બીજી મેચ 5 વિકેટે જીતી હતી. હવે બંને ટીમો વચ્ચે એકમાત્ર ટેસ્ટ અને પછી 3 T20 મેચની સીરીઝ ક્વીન્સલેન્ડમાં રમાવાની છે.