તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બબીતા’નું પાત્ર ભજવી રહેલી મુનમુન દત્તાનો આજે જન્મદિવસ છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેમજ વીડિયો શેર કરતી રહે છે. એક્ટ્રેસનો આજે બર્થ ડે છે ત્યારે તેણે સેલિબ્રેશનની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી છે.
મુનમુન દત્તાએ મમ્મી તેમજ પેટ કેટ સાથે બર્થ ડે મનાવ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જે તસવીરો શેર કરી છે તેમાં તે ટેબલ પર પડેલી બે કેક સાથે પોઝ આપતી જોવા મળી રહી છે, તેમજ તેના હાથમાં ગુલાબના ફૂલ છે. અન્ય તસવીરોમાં તે મમ્મી સાથે પોઝ આપતી, બિલાડી સાથે મસ્તી કરતી અને કેક કટ કરતી જોવા મળી રહી છે.
મુનમુન દત્તાની એક્ટિંગ અને સુંદરતાના લાખો ચાહકો છે અને તેમણે તેના બર્થ ડે પર શુભેચ્છા પાઠવતા ઢગલો મેસેજ કર્યા છે. ત્યારે એક્ટ્રેસે સેલિબ્રેશનની તસવીરો શેર કરીને તમામનો આભાર માન્યો છે. મુનમુન દત્તાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે ‘સૂર્યની ફરતે વધુ એક વર્ષ…જીવિત, બુદ્ધિમાન અને સ્વસ્થ હોવા માટે ધન્ય અનુભવી રહી છું…પ્રેમ અને શુભેચ્છાઓ માટે આપ તમામનો આભાર…હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે….હંમેશા ખુશ રહો’. TMKOCની કો-સ્ટાર સુનૈના ફોજદાર કે જે અંજલીનું પાત્ર ભજવી રહી છે તેણે પણ વિશ કર્યું છે અને લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે ગોર્જિયસ…હંમેશા ચમકતી રહે’.
https://www.instagram.com/p/CUWtIy2sYl3/?utm_source=ig_embed&ig_rid=f68344e8-4316-4ccd-bf69-8cdfb5c0cba1
મહિનાની શરૂઆતમાં મુનમુન દત્તા તેના કો-સ્ટાર રાજ અનડકટ (ટપ્પુ) સાથે રિલેશનશિપમાં હોવાની અફવા ઉડી હતી. બંનેના પરિવારને પણ આ વિશે જાણ હોવાનું કહેવામાં આવ્યું હતું. આ ન્યૂઝ સામે આવ્યા બાદ એક્ટ્રેસ ટ્રોલ થઈ હતી. બે દિવસ બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અફવા ફેલાવનારની આકરી ઝાટકણી કાઢતા તેણે લખ્યું હતું કે, ‘સામાન્ય જનતા, મને તમારી પાસેથી સારી આશા હતી પરંતુ તમે લોકોએ કોમેન્ટ સેક્શનમાં જે ગંદકી ફેલાવી છે તેનાથી જ ખબર પડે છે કે આપણો કહેવાતો ભણેલો ગણેલો સમાજ પણ કેટલો પછાત છે.
