Chhath Pooja/ દિલ્હીમાં આ વર્ષે નહી કરી શકો સાર્વજનિક સ્થળોએ છઠ પૂજા

આ વખતે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, લોકોને જાહેરમાં છઠ પૂજાની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

Top Stories India

આ વખતે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, લોકોને જાહેરમાં છઠ પૂજાની ઉજવણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોરોના વાયરસનાં સંક્રમણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસ સંક્રમણનાં કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ તહેવારો દરમિયાન લોકો એકબીજાને મળવા અને જાહેરમાં આવવાના કારણે, સંક્રમણ ફેલાવાની ગતિ ફરી વધી શકે છે, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Political / CM કેજરીવાલે પંજાબમાં ચૂંટણી વચનોની કરી જાહેરાત, વિજળી બાદ હવે મળશેે મફત સારવાર

આપને જણાવી દઇએ કે, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ છઠ પૂજાને લગતી સૂચનાઓ જારી કરી છે. કોરોનાને જોતા દિલ્હીમાં જાહેર સ્થળોએ છઠ પૂજાનાં આયોજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. DDMA એ કહ્યું છે કે, દિલ્હીમાં જાહેર સ્થળો/જાહેર મેદાન/નદી કિનારો, મંદિરો વગેરેમાં છઠ પૂજાનાં તહેવારની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સાથે, લોકોને તેમના ઘરમાં જ છઠ પૂજા કરવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે, તહેવારોની સીઝનમાં મેળાઓ, ફૂડ સ્ટોલ, ઝૂલા, રેલીઓ, સરઘસ વગેરેને મંજૂરી આપવામાં આવશે નહીં. દિલ્હીમાં COVID નિવારક પગલા 15 નવેમ્બર સુધી ચાલુ રહેશે. દિલ્હીમાં રામલીલાનાં આયોજન માટે પણ કડક નિયમો જારી કરવામાં આવ્યા છે. રામલીલા પ્રસંગ દરમિયાન મેળાઓ, ખાણીપીણીનાં સ્ટોલ અને ઝૂલાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો – વરસાદ /  રાજ્યનાં 209 તાલુકામાં મેઘમહેેર, જૂનાગઢનાં વિસાવદરમાં નોંધાયો સૌથી વધુ 12 ઇંચ વરસાદ

હાઇકોર્ટે કહ્યું છે કે, રાષ્ટ્રીય રાજધાની પહેલેથી જ સંક્રમણની બીજી લહેર જોઇ રહી છે અને મોટા પાયે મેળાવડાને મંજૂરી આપવાથી સંક્રમણનું જોખમ વધુ ફેલાઇ શકે છે. આપને જણાવી દઈએ કે, નિષ્ણાંતોએ કોરોનાની ત્રીજી લહેરનો ભય વ્યક્ત કર્યો છે. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની બેદરકારી પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. કેન્દ્રની સાથે રાજ્ય સરકારો પણ કોરોનાની ત્રીજી લહેરને આવતા અટકાવવા માટે જરૂરી પગલા લઈ રહી છે.