વિરોધ/ કોંગ્રેસ બળજબરીપૂર્વક કરાવવામાં આવતા ધર્મ પરિવર્તનના વિરોધમાં છેઃસિદ્ધારમૈયા

ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશના ભાજપ શાસિત રાજ્યો જબરદસ્તી ધર્મપરિવર્તન સામે કાયદા લાવી ચૂક્યા છે

Top Stories

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમની પાર્ટી બળજબરીથી ધર્માંતરણની વિરુદ્ધ છે. જો કે, જેઓ પોતાની મરજીથી આ કરી રહ્યા છે તેમને રોકવા જોઈએ નહીં.

પત્રકારો સાથે વાત કરતા વિપક્ષના નતા સિદ્ધારમૈયાએ કહ્યું – જો કોઈ વ્યક્તિ જબરદસ્તી ધર્મ પરિવર્તનના મામલામાં સામેલ હોય તો અમારો પક્ષ તેનો વિરોધ કરે છે. ધર્માંતરણ ક્યારેય દબાણ ન કરવું જોઈએ. માહ તેનો વિરોધ કરે છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાથી ધર્માંતરણ કરવા ઈચ્છે છે તો તેને કોઈ રોકી શકે નહીં અને તેને રોકવો જોઈએ નહીં.

 ઉલ્લેખનીય છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી વસવરાજ બોમ્માઇએ મંગળવારે કહ્યું કે તેમની સરકાર રાજ્યમાં બળજબરીથી અથવા પ્રેરિત ધર્મપરિવર્તન સામે કાયદો લાવવા પર વિચાર કરી રહી છે. રાજ્યના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેદ્રએ ગત સપ્તાહે ગૃહને કહ્યું હતું કે સરકાર રાજ્યમાં ધર્માંતરણ રોકવા માટે કાયદો લાવવાનું વિચારી રહી છે.

જ્યારે હોસદુર્ગાના ભાજપના ધારાસભ્ય ગુલીહાટી શેખરે કહ્યું કે તેમની પોતાની માતાએ લાલચમાં આવીને ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.  ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને હિમાચલ પ્રદેશના ભાજપ શાસિત રાજ્યો જબરદસ્તી ધર્મપરિવર્તન સામે કાયદા લાવી ચૂક્યા છે.