OMG!/ ઇન્ડોનેશિયાના એક વ્યક્તિએ હદ કરી કૂકર સાથે કર્યા લગ્ન

અનામને પોતાના કૂકર પ્રત્યેનો તેનો પ્રેમ એટલો અનહદ હતો કે તેણે કૂકર સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી

Lifestyle

 દુનિયામાં અઝબગજબ કિસ્સાઓ અવાર નવાર પ્રકાશિત થતાં હોચ છે,પરતું આ કિસ્સો તદન અલગ છે. પ્રેમ કોઇ નાત જાત નથી જોતો ,હવે વસ્તુ પણ જોતો નથી, હા વાત કરવાની છે એવા કિસ્સાની કે લોકોને વસ્તુનો પરેમ હોઇ શકે પરતું તેની સાથે લગ્ન થાય એવું વિચારાય ? એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.  ઈન્ડોનેશિયાના એક વ્યક્તિએ તો હદ વટાવી દીધી. તેણે પોતાના કિચન અપ્લાયન્સ સાથે લગ્ન કર્યા. નવાઈની વાત તો એ છે કે તેણે લગ્ન કર્યાના 4 દિવસ બાદ ડિવોર્સ પણ આપી દીધા.ખોઈરુલ અનામે ઉત્સાહમાં આવી કૂકર જોડે લગ્ન તો કર્યા પરંતુ 4 દિવસમાં તેનો પ્રેમ હવા હવાઈ થઈ ગયો. 4 દિવસે તેને જ્ઞાન થયું તે તેનો પાર્ટનર સારી રસોઈ બનાવ્યા સિવાયનું કોઈ જ કામ કરવા માટે સક્ષમ નથી. કૂકર માત્ર ભાત રાંધતું હોવાથી તેણે કૂકર સાથે ડિવોર્સ કરવાનો નિર્ણય લીધો.

અનામને પોતાના કૂકર પ્રત્યેનો તેનો પ્રેમ એટલો અનહદ હતો કે તેણે કૂકર સાથે જ લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પોતાના પાર્ટનર વિશે લખ્યું કે, ‘ફેર, વધારે વાત ન કરવી અને સારું કૂકિંગ કરે છે’ આ 3 તેની ખાસિયતો છે. લગ્નમાં તેણે કૂકરને દુલ્હનનો શણગાર કરેલો.

કૂકર જોડે લગ્ન કરવા તેણે કાયદેસર કાગળિયા પણ કરાવ્યા હતા. કૂકર જોડે લગ્ન કરતાં સમયે તેને કિસ પણ કરી છે, પરંતુ ધામધૂમથી લગ્ન કર્યા બાદ તેણે કૂકરને છૂટાછેડા આપી દીધા