OMG!/ બિલાડીએ પોતાનો જીવ જોખમમાં નાખીને આ રીતે બાળકને બચાવ્યુ, જુઓ વીડિયો તમે પણ …

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનું બાળક ઘૂંટણ પર ચાલી રહ્યું છે, જ્યારે એક બિલાડી પલંગ પર બેઠેલી જોવા મળી રહી છે. થોડા સમય બાદ બાળક સીડી તરફ જવા લાગે છે

Ajab Gajab News

શું તમને બિલાડીઓનો શોખ છે ? જો નહીં, તો આ વાયરલ વીડિયો જોઈને તમે પણ બિલાડીના ફેન્સ બની જશો. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બિલાડી પોતાની સૂઝબુઝથી બાળકનો જીવ બચાવે છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક નાનું બાળક ઘૂંટણ પર ચાલી રહ્યું છે, જ્યારે એક બિલાડી પલંગ પર બેઠેલી જોવા મળી રહી છે. થોડા સમય બાદ બાળક સીડી તરફ જવા લાગે છે. પરંતુ જ્યારે બાળક સીડીની નજીક પહોંચે છે, ત્યારે બિલાડી તરત જ તેની સામે કૂદી જાય છે અને બાળકને ધક્કો મારે છે અને તેને ત્યાંથી દૂર લઈ જાય છે. વીડિયો જોઈને લાગે છે કે જો બિલાડી યોગ્ય સમયે ત્યાં ન પહોંચી હોત તો બાળક સીડી પરથી પડી ગયુ હોત.

https://twitter.com/aflyguynew1/status/1440818304990396417?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1440818304990396417%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9gujarati.com%2Ftrending%2Fviral-video-a-cat-became-hero-after-it-saves-a-kid-from-falling-down-the-stairs-342599.html

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @flyguynew1 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.આ વીડિયોને અત્યાર સુધીમાં 90 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તેમજ 5 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક્સ આપી છે.