OMG!/ દિલ્હીનાં IGI એરપોર્ટ પાસે ફસાયુ Air India નું વિમાન, જુઓ Video

એર ઈન્ડિયાનું એક વિમાન ફૂટ ઓવર બ્રિજ નીચે ફસાઈ ગયું છે. લગભગ 16 સેકન્ડનો વીડિયો વ્યસ્ત દિલ્હી-ગુરુગ્રામ હાઇવે પર ઈન્દિરા ગાંધી IGI નજીકનો છે.

Top Stories India

દિલ્હીનાં IGI એરપોર્ટ પાસે એર ઈન્ડિયાનાં વિમાનનો વીડિયો રવિવારે સવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પ્રથમ નજરે જોઇએ તો વિમાન ફૂટ ઓવર બ્રિજ નીચે અટવાઇ ગયું છે અને તે ન તો આગળ નીકળી શકે છે અને ન તો પાછળ સરકી શકે તેવુ લાગી રહ્યુ છે.

આ પણ વાંચો – Political / લખીમપુર ઘટના પર પ્રિયંકા ગાંધી- સરકાર ખેડૂતોને કચડી નાખવાની રાજનીતિ કરી રહી છે

આપને જણાવી દઇએ કે, આ વીડિયો એક પત્રકારે શેર કર્યો છે અને લોકોને તેના વિશે વધુ માહિતી શેર કરવા માટે કહેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે, આ દરમિયાન તપાસમાં જે બહાર આવ્યું છે, તેનાથી વાર્તા જુદી જ લાગે છે અને સ્પષ્ટ થઈ ગયું છે કે આ કોઈ પણ પ્રકારનો અકસ્માત નથી. રવિવારે સવારથી જ સોશિયલ મીડિયા યુઝર્સ વાયરલ થયેલા વીડિયોને લઈને મૂંઝાયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે એર ઈન્ડિયાનું એક વિમાન ફૂટ ઓવર બ્રિજ નીચે ફસાઈ ગયું છે. લગભગ 16 સેકન્ડનો વીડિયો વ્યસ્ત દિલ્હી-ગુરુગ્રામ હાઇવે પર ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) નજીકનો છે. નેશનલ કેરિયરનું આ એરક્રાફ્ટ આવા ઓવર બ્રિજ નીચે અટવાયેલું જોયા બાદ પ્રથમ વખત લોકો કંઇ સમજી શક્યા નથી.

ખાસ વાત એ છે કે ટ્રાફિક પણ વિમાનની ખૂબ નજીકથી સામાન્ય રીતે પસાર થતો જોવા મળ્યો હતો. જ્યારે આ વીડિયો ન્યૂઝ એજન્સી ANI નાં વરિષ્ઠ પત્રકારે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો ત્યારે તે વધુ વાયરલ થવા લાગ્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાનનાં કારણે હાઈવેનો એક ભાગ બ્લોક થઈ ગયો છે. વિમાનનો આગળનો ભાગ પુલને પાર કરી ગયો છે, પરંતુ મધ્ય ભાગ ઉંચાઈનાં કારણે અટવાઈ ગયો છે. આ કારણે વિમાનનો પાછળનો અડધો ભાગ પુલ પાર કરવામાં અસમર્થ દેખાઇ રહ્યો છે. નોંધનીય છે કે લગભગ બે વર્ષ પહેલા પશ્ચિમ બંગાળનાં દુર્ગાપુરમાં આવી જ એક ઘટના બની હતી. ત્યારે ઈન્ડિયા પોસ્ટનો એક ત્યજી દેવાયેલુ વિમાન ટ્રક પર લઇ જતી વખતે એખ પુલની નીચે ફસાઇ ગયુ હતુ.

આ પણ વાંચો – ડ્રગ્સ માફિયા / એક સમયે મુંબઈમાં બટાટા વેચતો હતો અને હવે  ‘બટાટા’ દેશનો સૌથી મોટો ડ્રગ સપ્લાયર છે

એર ઈન્ડિયાએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે તે કોઇ અકસ્માત નથી. એર ઈન્ડિયા આ પ્લેન પહેલેથી જ વેચી ચૂકી છે અને વિમાનનો નવો માલિક તેને લઈને જઇ રહ્યો હતો જ્યારે તે આ રીતે રસ્તા વચ્ચે ફસાઈ ગયુ. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાનાં એર ઈન્ડિયાનાં પ્રવક્તાએ કહ્યું છે કે, ‘આ એક જૂનું, જંક એરક્રાફ્ટ છે, જે અમે પહેલાથી વેચી દીધું હતું. કોઈ વધારાની માહિતી નથી, કારણ કે તેમાં તે વ્યક્તિનો સમાવેશ થાય છે જેને આ વિમાન વેચવામાં આવ્યું છે.’ અધિકારીએ કહ્યું કે, વિમાન ચોક્કસપણે દિલ્હી એરપોર્ટનું નથી. તેને કોઇ પાંખો વગર લઇ જવામાં આવી રહ્યું છે. તે એક જંક પ્લેન જેવું લાગે છે અને તેને લઈ જતી વખતે ડ્રાઇવરે ગેરસમજ કરી હશે. નોંધનીય છે કે લગભગ બે વર્ષ પહેલા પશ્ચિમ બંગાળનાં દુર્ગાપુરમાં આવી જ એક ઘટના બની હતી. ત્યારે ઈન્ડિયા પોસ્ટનો એક ત્યજી દેવાયેલુ વિમાન ટ્રક પર લઇ જતી વખતે એખ પુલની નીચે ફસાઇ ગયુ હતુ.

જો કે, ANI નાં પત્રકાર અશોક રાજે રવિવારે સવારે ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, ‘જુઓ એર ઈન્ડિયાનું વિમાન (સેવામાં નથી) ફૂટ ઓવર બ્રિજ નીચે અટવાઈ ગયું. શું કોઈ તારીખ અને સ્થળની પુષ્ટિ કરી શકે છે? સ્પર્ધા હવે શરૂ થાય છે…’