ગુજરાત/ નવરાત્રિની શરૂઆત પહેલા જ ચોમાસાની થઇ વિદાય, ખેલૈયાઓ થયા ખુશ

ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ, ત્યારે હવે એક બાજુ સરકાર દ્વારા ખેલૈયાઓને ગરબા રમવાની છૂટ મળી છે, તો બીજી તરફ ચોમાસાની વિદાઇ થઇ છે.

Top Stories Gujarat Others
  • નવરાત્રિના પ્રારંભે જ ચોમાસાની વિદાય
  • ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 95 ટકા
  • 14 જિલ્લામાં મોસમનો 100 ટકા વરસાદ પૂર્ણ
  • બે દિવસમાં હળવા થઈ મધ્યમ વરસાદની આગાહી
  • 7 ઓક્ટોબર આસપાસ ચોમાસુ પૂર્ણ થઇ શકે

ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ, ત્યારે હવે એક બાજુ સરકાર દ્વારા ખેલૈયાઓને ગરબા રમવાની છૂટ મળી છે, તો બીજી તરફ ચોમાસાની વિદાઇ થઇ છે. ગરબે રમતા ખેલૈયાઓ માટે આનાથી સારી વાત કઇ હોઇ શકે છે?

આ પણ વાંચો – બજારમાં ખરીદીનો ચળકાટ /  નવરાત્રી નજીક આવતા રાજકોટની બજારોમાં 5 કરોડના ચણિયાચોળી અને જ્વેલેરીનું વેચાણ થયું

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં આ વર્ષે મેઘો મન મુકીને વરસ્યો છે. જો કે ઘણા એવા પણ જિલ્લાઓ છે કે જ્યા વરસાદનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળ્યુ હતુ. ચોમાસાની ઋતુનો અત્યાર સુધીમાં સરેરાશ 95 ટકા વરસાદ નોંધાયો છેે. જો કે હજુ પણ હવામાન વિભાગે બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે મંગળવારે દમણ-દાદરા નગર હવેલી, અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં જ્યારે બુધવારે તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. સોમવારે દિવસ દરમિયાન સુરતના પલસાણામાં સૌથી વધુ બે ઈંચ જ્યારે સુરતનાં માંગરોળ, નવસારી, બારડોલી, કામરેજમાં અડધા ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. મળતી માહિતી અનુસાર, 7 ઓક્ટોબરની આસપાસ ચોમાસુ પૂર્ણ થઇ શકે તેવી સંભાવનાઓ છે. જણાવી દઇએ કે, આ વર્ષે રાજ્યનાં એવા 14 જિલ્લાઓ છે કે જ્યા આ ઋતુનો 100 ટકા અથવા તેનાથી પણ વધારે વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય / રાજયમાં ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની ૨૭૮૪૭ જગ્યાઓ ભરાશે

રાજ્યનાં જામનગરમાં 137.46 ટકા, દેવભૂમિદ્વારકામાં 142.89 ટકા, રાજકોટમાં 130.70 ટકા, જૂનાગઢમાં 126.29 ટકા, પોરબંદરમાં 123.15 ટકા, અમરેલીમાં 109.08 ટકા, આણંદમાં 106.40 ટકા, ભરૂચમાં 107.44 ટકા, કચ્છમાં 111.69 ટકા, ભાવનગરમાં 106.07 ટકા, બોટાદમાં 104.53 ટકા, વલસાડમાં 101.59 ટકા, છોટાઉદેપુરમાં 102.13 ટકા અને નર્મદામાં 102.64 ટકા વરસાદ નોંધાયો છે.