SOCIAL MEDIA/ મહિલાઓ સોશિયલ મીડિયાના ઉપયોગમાં પુરૂષો કરતા પાછળ

એક સર્વે પ્રમાણે, ભારતમાં ઈન્સ્ટાગ્રામ પર 73% યુઝર પુરૂષ છે જ્યારે 27% યુઝર્સ મહિલાઓ છે. વ્હોટ્સએપના 7.4 કરોડ પુરુષ યુઝર્સ છે જ્યારે મહિલા યુઝરની સંખ્યા 2.3 કરોડ છે

Lifestyle

4 ઓક્ટોબરે છ કલાક માટે સોશિયલ મિડિયાના મહત્વના પ્લેટફોર્મ ગણાતા ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ ડાઉન થઈ જતાં વિશ્વભરના યુઝર્સ મુશ્કેલીમાં આવી ગયા હતા. ગ્લોબલી દર મહિને ફેસબુકના 2 .85 અબજ એક્ટિવ યુઝર્સ છે, વ્હોટ્સએપના 2 અબજ અને ઈન્સ્ટાગ્રામના 1.38 અબજ એક્ટિવ યુઝર્સ છે. આ એક્ટિવ યુઝર્સમાં ઈન્ડિયાના યંગસ્ટર્સની ઘણી મોટી સંખ્યા છે. ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે આ ટેક્નિકલ ખામી માટે માફી પણ માંગી હતી. ચીનના 13 વર્ષના સન જિસો નામના ટેણિયાએ ત્રણેય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ હેક કર્યા હતા.

ભારતના લોકોને ઓછુ નુકશાન

ભારતીય સમયાનુસાર રાતે આશરે 9:15 વાગ્યે ત્રણેય સોશિયલ મીડિયા સર્વિસ ઠપ થઈ હતી. ચાઈનીઝ હેકરે આ પ્લેટફોર્મ્સ હેક કર્યા હોવાથી તેની સર્વિસ ખોરવાઈ હતી. આ સમયે મોટા ભાગના ભારતીયો પોતાનું કામકાજ પતાવીને બેઠા હોય છે. તેથી સર્વિસ ઠપ થવાના કારણે ભારતીયોને કામકાજમાં કોઈ નુક્સાન થયું નથી. જોકે તેમનાં એન્ટરટેઈન્ટમેન્ટમાં જરૂર ખલેલ પહોંચી હતી. પરંતુ ભારતની સરખામણીમાં ટેક્નિકલ ખામીને કારણે અમેરિકા અને યુરોપના યુઝર્સ વધારે પ્રભાવિત થયા હતા.

વ્હોટ્સએપના ઉપયોગમાં મહિલાઓ પાછળ

એક સર્વે પ્રમાણે, ભારતમાં ઈન્સ્ટાગ્રામ પર 73% યુઝર પુરૂષ છે જ્યારે 27% યુઝર્સ મહિલાઓ છે. વ્હોટ્સએપના 7.4 કરોડ પુરુષ યુઝર્સ છે જ્યારે મહિલા યુઝરની સંખ્યા 2.3 કરોડ છે.

મહિલાઓ આપે છે સોશિયલ મીડિયાને માત્ર બે કલાક

રિપોર્ટ પ્રમાણે, 43% મહિલાઓ અને 31% પુરુષો સ્માર્ટફોનનો ઉપયોગ વ્હોટ્સએપ માટે કરતાં હોય છે. ફેસબુકના ઉપયોગમાં પુરુષો મહિલાઓ કરતાં આગળ છે. 34% પુરુષો જ્યારે 27% મહિલાઓ ફેસબુકનો ઉપયોગ કરે છે. આઈટેલના એક સર્વે પ્રમાણે, આ ઓનલાઈન સર્વેમાં દેશના 13 રાજ્યોના 4000થી વધારે ગ્રાહકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
ફેસબુક પર સંકટ

રિપોર્ટ પ્રમાણે ફેસબુક મોટાં સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. કારણ કે કંપનીના નિર્ણય અને તેની નેગેટિવ ઈમ્પેક્ટ ઉજાગર કરતા રિપોર્ટની સિરીઝ ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’માં ગયા રવિવારે ’60 મિનિટ્સ ઈન્ટરવ્યૂ’માં સાર્વજનિક થઈ. આ રિપોર્ટમાં પ્રમાણે ફ્રાન્સેસ હોગેન નામની મહિલાએ ગુપ્ત રીતે ફેડરલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીમાં ફેસબુકની ફરિયાદ કરી હતી. તેમાં કહેવાયું હતું કે, ફેસબુક નફરત અને ખોટી સૂચનાઓ ફેલાવાનું કામ કરે છે. તે ધ્રુવીકરણ ફેલાવી રહી છે અને કિશોરીઓનાં માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી રહી છે. જોકે ફેસબુકે આ આરોપોનો ઈનકાર કર્યો છે.