- પાકિસ્તાનમાં ભૂકંપથી 15 લોકોથી વધુના મોત,
- રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0,
- સવારે 3.30 કલાકે અનુભવાયા ભૂકંપના આંચકા,
- હરનોઇથી 14 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
દક્ષિણ પાકિસ્તાનમાં આજે સવારે ભૂકંપથી ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયા છે. આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓએ (AFP) એ આ માહિતી આપી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ગુરુવારે સવારે સાડા ત્રણ વાગ્યે 6.0 ની તીવ્રતાનો ભૂકંપ પાકિસ્તાનમાં હરનાઈમાં આવ્યો હતો. હરનાઈ પાકિસ્તાનનાં બલુચિસ્તાનમાં આવેલુ છે. અસરગ્રસ્ત લોકોની મદદ માટે ક્વેટાથી ભારે મશીનરી મોકલવામાં આવી છે. ઘાયલોને હરનાઈની હોસ્પિટલમાં સારવાર મોકલવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો – OMG! / ટાઇટ જીન્સનાં શોખીનો જોઇ લો આ યુવતીની હાલત, સુંદર દેખાવાનાં ચક્કરમાં થઇ ગઇ હવા ટાઇટ
સમાચાર એજન્સી AFP અનુસાર, પાકિસ્તાનનાં આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓએ માહિતી આપી હતી કે ગુરુવારે વહેલી સવારે દક્ષિણ પાકિસ્તાનમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા. બલુચિસ્તાનની પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં વડાએ AFP ને જણાવ્યું કે અત્યાર સુધીમાં 15 થી 20 લોકો માર્યા ગયા છે. મૃત્યુઆંક વધી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે સવારે હરનાઈ વિસ્તારમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. જ્યારે લોકો ઉંઘમાં હતા, ત્યારે જ લોકોએ ધરતી હલી રહી હોવાનો અનુભવ કર્યો અને ત્યારેબાદ લોકો ઘરની બહાર દોડી ગયા. અત્યાર સુધીની માહિતી અનુસાર, મૃત્યુઆંક ઓછામાં ઓછો 15 થી 20 હોઇ શકે છે. આ સિવાય ઘણાં મકાનોને પણ નુકસાન થયું છે. ભૂકંપની તીવ્રતા ખૂબ જ મજબૂત હતી અને આસપાસનાં ઘણા જિલ્લાઓમાં નુકસાન થયું છે.
"At least 15 killed in the earthquake in Southern Pakistan," AFP quotes Disaster Management officials as saying
According to National Center for Seismology, an earthquake of magnitude 6.0 had occurred around 3:30 am this morning, in 14 km NNE of Harnai, Pakistan pic.twitter.com/oxsdUqsBCf
— ANI (@ANI) October 7, 2021
ભૂકંપ આવે તો શું કરવું?
જો તમે ભૂકંપ આવે તે સમયે ઘરે હોવ તો, ફ્લોર પર બેસવાનો પ્રયાસ કરો. અથવા જો તમારા ઘરમાં ટેબલ અથવા ફર્નિચર છે, તો તેની નીચે બેસો અને તમારા માથાને તમારા હાથથી ઢાંકી દો.
ભૂકંપ દરમિયાન ઘરની અંદર રહો અને ધ્રુજારી બંધ થયા પછી જ બહાર જાઓ.
ભૂકંપ દરમિયાન, ઘરમાં તમામ પાવર સ્વીચો બંધ કરો.
ભૂકંપ આવે ત્યારે શું ન કરવું?
જો તમે ભૂકંપ દરમિયાન ઘરની બહાર હોવ તો, ઉંચી ઈમારતો અને ઈલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
જો તમે ભૂકંપ દરમિયાન ઘરે હોવ તો બહાર ન જાવ. તમે જ્યાં છો ત્યાં પોતાને બચાવવાનો પ્રયાસ કરો.
જો તમે ભૂકંપ આવે ત્યારે ઘરે હોવ તો દરવાજા, બારીઓ અને દિવાલોથી દૂર રહો.
ભૂકંપ દરમિયાન લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળો.
વહીવટીતંત્ર ભૂકંપ બાદ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયું છે. ભારે મશીનરી વગેરે ક્વેટાથી રવાના કરવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અહીંની હોસ્પિટલની હાલત એટલી ખરાબ છે કે ભૂકંપને કારણે લાઈટ પણ નથી અને મોબાઈલ ટોર્ચનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. સાથે જ અધિકારીઓનું કહેવું છે કે ભૂકંપની અસર ઘણા જિલ્લાઓમાં જોવા મળી છે, આવી સ્થિતિમાં ઘાયલો વિશે સચોટ માહિતી આપવી શક્ય નથી.
