Auto/ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, જૂના વાહનોને સ્ક્રેપ કરવા પર રોડ ટેક્સમાં મળશે આટલી છૂટ

નવી સ્ક્રેપ પોલિસી હેઠળ, ખાનગી વાહનો માટે 25 ટકા અને વ્યાપારી વાહનો માટે 15 ટકા સુધી રોડ ટેક્સ છૂટ આપવામાં આવશે. આ નિયમો આવતા વર્ષે એપ્રિલથી લાગુ કરવામાં આવશે.

Tech & Auto

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સ્ક્રેપેજ પોલિસી અંગે બીજી જાહેરાત કરી છે. હકીકતમાં, નવી રાષ્ટ્રીય ઓટોમોબાઇલ સ્ક્રેપેજ નીતિ હેઠળ, જૂના વાહનોને સ્ક્રેપ કર્યા પછી ખરીદેલા વાહનો પર રોડ ટેક્સમાં 25 ટકા સુધીની છૂટ આપવામાં આવશે. મંત્રાલય વતી કહેવામાં આવ્યું હતું કે, વાહન સ્ક્રેપિંગ નીતિમાં, વાહન માલિકોને જૂના વાહનોને સ્ક્રેપ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

15 વર્ષ સુધી રાહત મળશે
કેન્દ્રીય મંત્રાલયે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આ છૂટ પરિવહન વાહનો માટે આઠ વર્ષ અને બિન પરિવહન વાહનો માટે 15 વર્ષ સુધી આપવામાં આવશે. બીજી બાજુ, ખાનગી વાહનો માટે 25 ટકા અને વ્યાપારી વાહનો માટે 15 ટકા સુધી રોડ ટેક્સ છૂટ આપવામાં આવશે. મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે આ નવા નિયમોને (24 મો સુધારો) નિયમો કહી શકાય અને આ નિયમો 1 એપ્રિલ, 2022 થી લાગુ કરવામાં આવશે.

ટૂંક સમયમાં રાજ્યોને ઓર્ડર મળશે
નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમમાં પરિવહન વાહનોને આઠ વર્ષ પછી અને બિન પરિવહન વાહનોને 15 વર્ષ પછી છૂટ આપવામાં આવશે નહીં. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર ટૂંક સમયમાં રાજ્ય સરકારોને નવી સ્ક્રેપેજ નીતિ હેઠળ જૂના વાહનોને સ્ક્રેપ કર્યા બાદ ખરીદેલા વાહનો માટે રોડ ટેક્સમાં 25 ટકા સુધીની છૂટ આપવા માટે કહેશે.

લખીમપુર ખેરી કેસ / રાકેશ ટીકૈતની સરકારને ચેતવણી, કહ્યું – જો મંત્રીની ધરપકડ નહીં થાય તો મોટું આંદોલન થશે

પ્રવાસીઓ માટે વિઝા / ચાર્ટર્ડ વિમાન દ્વારા ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓને નવા પ્રવાસી વિઝા અપાશે