Not Set/ સંબંધીની અંતિમક્રિયામાંથી ઘરે જઈ રહેલ પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના મોત

વડું ગામમાં પરિવારના લોકો અંતિમક્રિયામાં માટે ગયા હતા. દરમિયાન પરત ઘરે ફરતી વખતે પરિવારની કારને અકસ્માત નડતા 3 સભ્યોના કરૂણ મોત થયા હતા,..

Gujarat Vadodara
અંતિમક્રિયામાં

ગુજરાતમાં સતત માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. હાલમાં હાઇવે પર અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આ દરમિયાન, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામે પરિવારના વડિલના અંતિમ ક્રિયામાં ગયેલા સાવલી તાલુકાના ટુંડાવ ગામના ડોડીયા પરિવારને કારનો અકસ્માત નડતા ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ પરિવાર સંબંધીની અંતિમક્રિયામાં જઈને ઘરે પરત ફરી રહ્યો હતો. આ બનાવને પગલે ટુંડાવ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. આ બનાવની જાણ વડું પોલીસને કરવામાં આવતાં પોલીસે અકસ્માત‌ મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત થતા ત્રણ વાહનમાં આગ લાગી, બે લોકોનાં મોત

મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડું ગામમાં પરિવારના લોકો અંતિમક્રિયામાં માટે ગયા હતા. દરમિયાન પરત ઘરે ફરતી વખતે પરિવારની કારને અકસ્માત નડતા 3 સભ્યોના કરૂણ મોત થયા હતા, જ્યારે અન્ય સભ્યોને નાની-મોટી ઇજાઓ થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે ટુંડાવ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવને પગલે પોલીસે અકસ્માત‌ે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ટુંડાવ ગામમાં રહેતા રાબિયા છત્રસિંહ ડોડિયા (ઉ.વ 50), ભીખીબેન હિંમતસિંહ ડોડિયા (ઉ.વ 45), 6થી 7 પરિવારના સભ્યો મારુતિ વાનમાં બેસીને વડુ ખાતે રહેતા સંબંધી રતનસિંહના સસરા મૃત્યુ પામ્યા હોવાથી તેમની અંતિમક્રિયા માટે ગુરૂવારે આવ્યા હતા. અંતિમક્રિયાનો પ્રસંગ પતાવી ડોડિયા પરિવારના સભ્ય મારુતી વાનમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે ટુંડાવ ગામે જવા માટે વડુથી નિકળ્યા હતા.

આ પણ વાંચો :શું તમને ખબર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગરબો લખ્યો છે ?

દરમિયાન, પાદરા તાલુકાના મહુવડ નવાપુરા ગામ પાસે અજાણ્યા ફોર વ્હીલ ચાલકે મારુતિ વાનને ટક્કર મારતા મારુતિ વાન પલટી મારી ગઇ હતી. આ બનાવમાં મારૂતિ વાનમાં સવાર રાબિયાબેન છત્રસિંહ ડોડીયા, ભીખીબેન હિંમતસિંહ ડોડીયા, તથા વાન ચાલાક વિજય સિંહ ડોડીયાને ગંભીર ઇજાઓ થવાથી તેમના મોત નિપજયા હતા. જ્યારે અન્ય વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થવાથી પ્રાથમિક સારવાર સ્થાનિક સરકારી દવાખાનામાં આપ્યા બાદ વધુ સારવાર માટે અત્રેની સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. એરેરાટીભર્યા અકસ્માતના આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા વડુ પોલીસ દ્વારા અજાણ્યા ફોરવ્હીલર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે વડુ અને ટુંડાવ ગામમાં ગમગીની ફેલાવી દીધી હતી.

આ પણ વાંચો : યુપીએસસી પરીક્ષા અંતર્ગત જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરાયું

આ પણ વાંચો :નોરતાનાં બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રાત્રે ખેલૈયાઓનાં રંગમાં પડી શકે છે ભંગ