OMG!/ રોમાંચની મજા બની મોતની સજા, આ મહિલાને ઉતાવળ પડી ભારે

ઘણીવાર તમારી એક નાની ભૂલ તમને એટલી મોંઘી પડી જાય છે કે તેના કારણે તમારો પોતાનો જીવ પણ જોખમમાં મુકાઇ જાય છે. આવુ જ કઇંક એક મહિલા સાથે થયુ જે ત્રણ બાળકોની માતા છે.

Ajab Gajab News
રોમાંચની મજા પડી ભારે

ઘણીવાર તમારી એક નાની ભૂલ તમને એટલી મોંઘી પડી જાય છે કે તેના કારણે તમારો પોતાનો જીવ પણ જોખમમાં મુકાઇ જાય છે. આવુ જ કઇંક એક મહિલા સાથે થયુ જે ત્રણ બાળકોની માતા છે, જે ‘ફ્રી-ફ્લાઇંગ’ સ્પોર્ટ્સ (Free-Flying Extreme Sport) માણવા ગઇ હતી, પરંતુ એક ભૂલને કારણે તેનું મૃત્યુ થયું.

રોમાંચની મજા પડી ભારે

આ પણ વાંચો – Privatization / Air India નું રૂ.16 હજાર કરોડનું બાકી બિલ સરકારનાં ખાતામાં જશે

આપને જણાવી દઇએ કે, મહિલાએ સેફ્ટી દોરડા વગર હોટલની છત પરથી છલાંગ લગાવી દીધી અને સીધી નીચે પડી ગઈ. ત્યારબાદ તેને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવી, પરંતુ ડોક્ટરો તેનો જીવ બચાવી શક્યા નહીં. આપને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ આવા ઘણા અકસ્માતો થયા છે. આ ઘટના કઝાખસ્તાનનાં કારાગાંડામાં રવિવારે બની હતી. આ વિચિત્ર ઘટના વિશે સ્થાનિક આરોગ્ય પ્રવક્તાએ ઇસ્ટ 2 વેસ્ટને જણાવ્યું હતું કે, “ચાલુ તબીબી પ્રક્રિયાઓ હોવા છતાં, તેણે આવુ જોખમ લીધુ અને અંતે તેનું મોત થયું.” આ ફૂટેજમાં, 33 વર્ષીય યેવજેનિયા લિયોંટીવા હોટલની છત પર “ફ્રી-ફ્લાઇંગ’ સ્પોર્ટ્સ” ભાગ લેવાની તૈયારીમાં જોવા મળી હતી. આ દર્દનાક અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે કૂદકો માર્યા બાદ જ્યારે યેવજેનિયાને ખબર પડી કે તેની પાસે Safety Rope નથી તો તેણે ચીસો પાડવા માંડી. તેને જોઈને આસપાસ હાજર લોકો પણ ચીસો પાડી ગયા. યેવજેનિયાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ગંભીર ઈજાઓ અને ભારે લોહી નીકળી જવાના કારણે તેણીનું મૃત્યુ થયું હતું. ડોક્ટરે તેની સર્જરી પણ કરી હતી, પરંતુ યેવજેનિયા થોડા સમય પછી મોતને ભેટી ગઇ હતી.

રોમાંચની મજા પડી ભારે

આ પણ વાંચો – લીવ-ઈન રિલેશન / તારી સાથે હવે નહીં ફાવે કહી બેગ ભરી રવાના થવાની હિલચાલ તે આ સંબંધનો મોટો પ્લસ પોઇન્ટ છે.

આ દુર્ઘટનાને પોતાની આંખે જોનારા પ્રત્યક્ષદર્શીઓએ કહ્યુ કે, યેવજેનિયા લિયોંટીવાએ સમય પહેલા જ કૂદકો માર્યો હતો, જેના કારણે ટ્રેનરને Safety Rope લગાવવાની તક પણ મળી ન હોતી. તેના મૃત્યુ પહેલા, યેવજેનિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતુ કે, ‘અમે ઉડાન ભરવા જઈ રહ્યા છીએ’. મૃતકને 14 વર્ષથી ઓછી ઉંમરનાં ત્રણ બાળકો છે. આ અકસ્માતને કારણે સમગ્ર પરિવાર શોકમાં છે.