લીવ-ઈન રિલેશન / તારી સાથે હવે નહીં ફાવે કહી બેગ ભરી રવાના થવાની હિલચાલ તે આ સંબંધનો મોટો પ્લસ પોઇન્ટ છે.

અફીણ રાજાશાહી યુગની શાન હતું, ડ્રગ્સ બોલીવુડની શાન છે.

છે તેનાથી વધુ પામવાની ખેવના…આઝાદીથી પણ વધુ આઝાદી કે જેને કદાચ છાકટાંપણું કહી શકાય. સુખની અનહદ એષ્ણા એટલે ઐયાશી આ યુગની નવી વ્યાખ્યાઓ છે. નવાનક્કોર સીમાડાઓ છે. જે સીમાડાઓ લાંઘી આજનું યુવાધન સમાજને એક નવું ફ્રેમ સ્ટ્રક્ચર કે ઓપ આપવા અધીરા થયા છે. જેને લીધે સમાજ ગુનાખોરીના ઓથાર નીચે કચડાઈ રહ્યો છે. આજની પેઢીને દારૂનો નશો ચડતો નથી એટલે ડ્રગ્સ જોઈએ છે. દારૂ તેનું પુરાતન સ્વરૂપ છે, ડ્રગ્સ ફેન્સી લાગે છે. જો, કે અફીણ તો સદીઓથી ઘોળાય છે. અને રાજાશાહી યુગની શાન રહી છે. જયારે ડ્રગ્સ તે આજના ફિલ્મી દુનિયાની શાન બની ચૂક્યું છે. અને તેનું લેટેસ્ટ ઉદાહરણ આર્યાન ખાન બન્યો છે.

અને ઐયાશી કે અતિ સુખની એષણાઓ પામવાની માનસિકતાને કારણે જ કદાચ શાહરુખાનનું બિચારાનું સપનું હતું કે મેં ડ્રગ્સનું સેવન નથી કર્યું પરંતુ મારા પુત્રને કરવા દઈશ. બાકી ખરેખર તો ડ્રગ્સ તે શરીરને ભયકંર હદે નુકસાન કરે છે તેમ છતાં કૈક વધુ પામવાની ઘેલછાએ આ માનસિકતા બક્ષી છે જો કે બૉલીવુડ નું ડ્રગ્સ , સેક્સ અને અંડરવર્લ્ડ કનેક્શન બહુ જાણીતી બાબતો છે. ટૂંકમાં તેમ કહી શકાય કે, બૉલીવુડ માં ઉપર ઉપરથી બધું ચમકતું લાગે છે પરંતુ બધું ચમકે તે સોનુ નહીં કંઈક તેવો જ આ ઘાટ છે. પરંતુ આપણી બદનસીબીએ સમાજ આ લોકોને સિતારા કહી નવાજે છે અને એટલું પૂરતું ન હોય તેમ તેને પગલે ચાલવાની કોશિશ પણ કરે છે. અને તેથી જ સમાજની આ અધોગતિના મૂળ કદાચ જ બોલીવુડમાં થી પાંગરી સમાજમાં ફેલાઈ રહ્યા છે..

Diwali Bollywood Party in Hillsboro

ડ્રગ્સ, લિવ-ઈન ,ફ્રી સેક્સ , અર્ધ નગ્ન કપડાનો શોખ આ બધું જ બોલીવુડની સમાજને દેણ છે. યુવતીઓમાં બોડી શો કરવાનો શોખ અહીંથી પાંગર્યો છે, બાકી 4 દાયકા અગાઉ આવા કાપડાઓનું ચલણ સાવ નોમિનલ હતું. આજે ટૂંકા અને અંગો દેખાય તેવા કપડાં પહેરવાનો કોઈને શોષ નથી. આસાનીથી યુવતીઓ આવા ભડકીલા કપડાઓ પહેરે છે. આ જ પ્રકારે ડ્રગ્સ પણ કોઈ ફ્લેટના અંધારા ખૂણામાં લેવાય છે. મદહોશીનો આલમ તે હદે ફેલાયેલો છે કે આવા વર્ગને તેમના ભવિષ્ય અંગે કોઈ ફિકર નથી. હર ફીકર કો ધુવે મેં ઉડાતા ગયા.

વધુમાં , આર્યન નો નશેડી કાંડ હજુ ઠંડો પણ નથી થયો ત્યાં બરોડામાં સમાજને હલબલાવી નાખે તેવો હીના મહેંદી મર્ડર કાંડ થયો. જેમાં અત્યંત ક્યૂટ માસૂમ શિવાંશ ને ત્યજવાની તેના બાપ સચિનની હરકતને પગલે આખું ગુજરાત શરમમાં ગરકાવ થઇ ગયું. માસુમ શિવાંશના માટે -પિતા શોધવાની કવાયતમાં તેની માતાનું મર્ડર જોડાયેલું હશે તેવો કોઈને ખ્યાલ પણ નોતો. પરંતુ આ સમગ્ર ઘટના બહાર આવી ત્યારે જ લોકોને ખ્યાલ આવ્યો કે, આની પાછળ લીવ-ઈન રિલેશનની બદી જવાબદાર હતી કે જે બોલીવુડની જ સમાજને ભેટ છે.

Courts must understand that 'live-in' relationships don't need to conform  to norms of marriage | The Indian Express

લીવ-ઈન એટલે કોઈ જવાબદારીમાં બંધાયા વિના સ્વચ્છન્દતા નો આનંદ લેવો. લગ્ન સંસ્થાને હડસેલું મારી બંધનમુક્ત સમાજની રચના કરવાનો ખ્યાલ છે. જેમાં હોમવવાનું આખરે સ્ત્રીઓને ભાગે જ આવે છે….તારી સાથે હવે નહીં ફાવે કહી બેગ ભરી રવાના થવાની હિલચાલ તે આ સંબંધનો મોટો પ્લસ પોઇન્ટ છે. તેમછતાં આજના યુવાધનને લિવ-ઈન માં રહેવાના અભરખા છે. જે સમાજની અને ખાસ તો સંબંધોની અવહેલના સમાન છે. પરંતુ તેમછતાં આજની પેઢી બંધનમુક્ત સમાજ રચવાના સપના જોઈ રહી છે. અને કેટલાય વીરલાઓ તો આનાથી પણ આગળ છે કે જેઓ સિંગલ પેરેન્ટ્સ બનવામાં પણ હિચકિચાટ નથી અનુભવતા..

Exclusive: Party drugs peddled beyond Mumbai's posh neighbourhoods - India  News

આખરે અહીં વાત રીલ દુનિયા સાથે નાતો જોડી તેના દુષણોને રીઅલ દુનિયામાં લાવવાનો છે. ત્યારે શાહરુખ ખાન જેવા સપના જોતાં અને આર્યનખાનની જેમ સપના પુરા કરતા બાપ-દીકરા કે દીકરીઓને સવાલ કે તમારા માટે હીરો તમારા દેશના જવાનો કેમ નથી? વિવેકાનંદજી કેમ નથી? સરદાર પટેલ કે ઇન્દિરા ગાંધી કેમ નથી? અરે મોદીજી કેમ નથી ? શું સમાજમાં કંચનને બદલે કથીર જ પેદા કરવાના છે? અને આવી નિર્માલ્ય પેઢીનું ભવિષ્ય શું? તે દેશને શું આપશે? સમાજને શું આપશે?

Drug party under the garb of jungle safari: 27 persons including Keralite  held in Bengaluru | Karnataka News| Bengaluru drug party| Anekal news

અને છેલ્લે ભારતમાં પણ ડ્રગ્સ સેવન કરનારાઓની સંખ્યા 2 % આસપાસ છે, ત્યારે આવા નશેડીઓને જેલને બદલે પોર્ટુગલની જેમ સાયકોલિજકલ ટ્રીટમેન્ટ આપવી જોઈએ. સુધાર ગૃહની જેમ તેને કેટલાક સમય ચુસ્ત પાબંદી માં સાયકો ટ્રીટમેન્ટ આપી સમાજની મુખ્ય ધારામાં ભળવાનો ચાન્સ આપી શકાય. બાકી દેશમાં પાછલા કેટલાક સમયથી અધધ કહી શકાય તે હદે 21000 કરોડ કે તેનાથી પણ વધુનું હેરોઇન મુન્દ્રા પોર્ટથી પકડાયું ત્યારથી જ તે ચર્ચામાં છે કે 3000 કિલો જેટલો જથ્થો વિચારો કે ક્યાં વપરાતું હશે ? . અને લોકોને પણ આ પછી જ ખ્યાલ આવ્યો છે કે, ભારતનું યુવાધન ક્યાં જઈ રહ્યું છે. ઉડતા પંજાબ જ નહીં ઉડતા હિન્દુસ્તાન જેવો ઘાટ છે ..

@રીના બ્રહ્મભટ્ટ, કટાર લેખક


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment