ગ્વાલિયર/ 16 વર્ષના કિશોરે કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યું PM મોદી સાથે આ સિંગરનું નામ

સુસાઇડ નોટ અનુસાર, તેની છેલ્લી ઈચ્છા ગાયક અરિજીત સિંહ દ્વારા ગવાયેલા અને નેપાળી કલાકાર સુશાંત ખત્રી દ્વારા કોરિયોગ્રાફ કરેલા ગીત સાથે મ્યુઝિક…

India
સુસાઇડ નોટ

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક 16 વર્ષીય કિશોરે સારો ડાન્સર બનવામાં નિષ્ફળ ગયા બાદ કથિત રીતે આત્મહત્યા કરી હતી. પોતાની કથિત સુસાઇડ નોટ માં કિશોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની છેલ્લી ઈચ્છા પૂરી કરવા વિનંતી કરી છે. ગ્વાલિયર શહેરના કેન્સર હોસ્પિટલ વિસ્તારમાં રહેતા 11 માં ધોરણના વિદ્યાર્થીએ રવિવારે રાત્રે રેલવે ટ્રેક પર ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી.

આ પણ વાંચો : ઝાડ પર લટકતી ગ્લુકોઝની બોટલો – પંચરની દુકાનમાં સારવાર, સહારનપુરનો વીડિયો વાયરલ

સુસાઇડ નોટ અનુસાર, તેની છેલ્લી ઈચ્છા ગાયક અરિજીત સિંહ દ્વારા ગવાયેલા અને નેપાળી કલાકાર સુશાંત ખત્રી દ્વારા કોરિયોગ્રાફ કરેલા ગીત સાથે મ્યુઝિક વીડિયો બનાવવાની છે.

ઝાંસી રોડ થાણાના પ્રભારી નીરિક્ષક સંજીવ નયન શર્માએ સોમવારે જણાવ્યું કે ગ્વાલિયર શહેરના કેન્સર હોસ્પિટલ વિસ્તારના નિવાસી 11મા ધોરણના વિદ્યાર્થીએ રવિવારે રાતે રેલવે ટ્રેક પર ટ્રેન સામે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી. તેમણે જણાવ્યું કે કિશોર દ્વારા કથિતરૂપે લખવામાં આવેલી એક સુસાઇડ નોટ તેના શબ પાસેથી મળી આવી છે જેમાં લખ્યું છે કે તે એક સારો ડાન્સર બની ન શક્યો કારણ કે તેના પરિવાર અને મિત્રોએ તેનો સાથ ન આપ્યો.

આ પણ વાંચો : કર્ણાટકમાં ફરી ભૂકંપ, ગુલબર્ગામાં 4.1 ની તીવ્રતાના અનુભવાયા આંચકા

તેઓએ કહ્યું કે કિશોર દ્વારા કથિત રીતે લખેલી સુસાઈડ નોટ તેના મૃતદેહ સાથે મળી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તે સારો ડાન્સર ન બની શકે કારણ કે તેના પરિવાર અને મિત્રોએ તેને સાથ આપ્યો ન હતો.

શર્માએ કહ્યું કે, સુસાઇડ નોટમાં કિશોરે લખ્યું કે તેની મોત બાદ એક મ્યુઝિક વીડિયો બનાવવામાં આવે જેમાં એક ગીત અરિજીત સિંહ દ્વારા ગાવામાં આવે અને નેપાળી કોર્યોગ્રાફર સુશાંત ખત્રી દ્વારા ડાન્સ કરાવવામાં આવે. નોટમાં કહેવામાં આવ્યું છે કે આ મ્યુઝિક વીડિયો તેની આત્માને શાંતિ આપશે. તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાની અંતિમ ઇચ્છા પૂરી કરાવવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ મહારાષ્ટ્ર પોલીસને આપી ફરિયાદ, કહ્યું મારી પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો :તારી સાથે હવે નહીં ફાવે કહી બેગ ભરી રવાના થવાની હિલચાલ તે આ સંબંધનો મોટો પ્લસ પોઇન્ટ છે.