ડિસ્કવરી ચેનલના શો “ઇનટુ ધ વાઈલ્ડ વિથ બિયર ગ્રિલ્સ”ના એક એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નજરે આવ્યા હતા. ત્યારબાદ સુપર સ્ટાર રજનીકાંત, અક્ષય કુમાર, બરાક ઓબામા જેવા અનેક હસ્તીઓએ બિયર ગ્રિલ્સ સાથે રોમાંચક સફર ખેડી છે. હવે બોલીવુડ સિંઘમ અજય દેવગણ પણ એક રોમાંચક સફર પર નીકળી પડ્યા છે બિયર ગ્રિલ્સ સાથે. હિન્દ મહાસાગરમાં શૂટ કરવામાં આવેલા એપિસોડનો પહેલો લૂક જાહેર કરવામાં આવ્યો છે. અજય દેવગણ ખતરો કે ખિલાડી એવા “બિયર ગ્રિલ્સ” સાથે એક શોમાં નજરે પડશે
અજય દેવગણે શૂટિંગનો અનુભવ શેર કરતા કહ્યું હતું કે, આ મારું પહેલું અભિયાન છે અને હું તમને જણાવી શકું છે કે, આ બાળકોનો ખેલ નથી. મારા પિતા એક એક્શન ડાયરેક્ટર હતા અને ભારતીય સિનેમામાં મારા 30 વર્ષના કરિયરમાં મને ઘણી ખતરનાક એક્શન અને અવનવી ભૂમિકા ભજવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અને તેમાંથી એક સમય એવો પણ હતો કે જેમાં મારે સીખોને ફરીથી પરખવા પડ્યા હતા. હું ખૂબ જ ખુશ છું કે, આ અવસર મારી પાસે આવ્યો. અને હું મારા કમ્ફોર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યો અને આગળ વધવા મદદ મળી. બિયરને હું સલામ કરું છું કે, જે પ્રકૃતિની સાથે એક ખૂબ જ જરૂરી સંબધ શોધવામાં અને વિકસિત કરવા માટે લાખો લોકોને પ્રેરિત કરી રહ્યા છે અને મને સુરક્ષિત રાખવા માટે પણ.
તો સામા પક્ષે બિયર ગ્રિલ્સે પણ જાણાવ્યું હતું કે, અજયને વાઈલ્ડમાં લઇ જવો અને તેની સાથે સાહસિક કાર્ય કરવું તે એક સૌભાગ્યની વાત હતી. રણમાં રહેલા દ્વીપ પર જીવિત રહેવું એક કઠીન કાર્ય હોય છે અને અજયે તે કાર્ય કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધતા ધરાવી હતી. તે ખૂબ જ અવિશ્વસનીય અને ઈમાનદાર છે. તેમણે પોતાના જીવન અને કરિયર સાથે જોડાયેલી ખૂબ જ સારી અંતરદ્રષ્ટિ શેર કરી હતી અને હું ખૂબ જ ઈમાનદારીથી મહત્વ આપે છે. અજય ખૂબ જ શાંત વ્યક્તિ છે અને તેના દિલમાં ખૂબ જ પ્રેમ અને તાકાત છે. 22 ઓક્ટોબરના રોજ ડિસ્કવરી પર અજય દેવગણ સાથેનો એપિસોડ રીલીઝ થશે.
જુઓ ટ્રેલર :
