Not Set/ હવે તમે સિનેમાઘરોમાં ટી 20 વર્લ્ડ કપનો આનંદ તમે માણી શકશો

ટી 20 વર્લ્ડ કપ માં ભારત અને પાકિસ્તાન  24 ઓક્ટોબરે મળશે. બંને ટીમો લાંબા સમય બાદ એકબીજા સામે ટકરાશે.

Sports

આઈસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2021 દરમિયાન ક્રિકેટ મેચોની લાઈવ સ્ક્રીનિંગના રાઈર્ટસ મળ્યા છે. પીવીઆરે કહ્યું કે, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સાથે તમામ ભારતીય મેચોની લાઇવ સ્ક્રીનીંગ માટે કરાર કર્યો છે, જેમાં આઇસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2021 ની સેમીફાઇનલ અને ફાઇનલનો સમાવેશ થાય છે. આ મેચ નવી દિલ્હી, મુંબઈ, પુણે અને અમદાવાદ સહિત 35 થી વધુ શહેરોમાં 75 થી વધુ સિનેમાઘરોમાં દર્શાવવામાં આવશે.

આ પણ વાંચો ;ગુજરાત / સોમનાથ મંદિરની સુરક્ષા સામેના સવાલને લઈને ચાર દિવસથી દરિયાઈ પેટ્રોલીંગ બંધ કરાયું

ટી 20 વર્લ્ડ કપ માં ભારત અને પાકિસ્તાન  24 ઓક્ટોબરે મળશે. બંને ટીમો લાંબા સમય બાદ એકબીજા સામે ટકરાશે. વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર આ મહાન મેચ પર છે. 17 ઓક્ટોબરથી શરૂ થનારા ટી 20 વર્લ્ડ કપ )માં ભારત અને પાકિસ્તાન ને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો ;રાજકોટ /  પત્નીની હત્યા કરી યુવકે પોલીસને ફોન કરી કહ્યું – મેં મારી પત્નીની હત્યા કરી છે, કયા હાજર થાઉ

આપને જણાવી દઈએ કે પાકિસ્તાને ક્યારેય ટી20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું નથી. વર્ષ 2007 ટી20 વર્લ્ડ કપમાં, પાકિસ્તાનની ટીમ ભારત સામે બોલ આઉટમાં હારી ગઈ હતી. તે પછી ફાઇનલમાં, ટીમ ઇન્ડીયાએ 5 રનથી જીત મેળવી હતી. 2012 ના ટી20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. 2014 ટી20 વર્લ્ડ કપ માં ભારતે આ મેચ 7 વિકેટે જીતી હતી. 2016 ટી20 વર્લ્ડ કપમાં ભારતે કોલકાતામાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું.