super dancer chapter 4/ સંચિત ચનાનાનો ફેન બન્યો વિરાટ કોહલી, વખાણ કરતાં કહી દિલની વાત

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સંચિતનો એક વિડીયો શેર કર્યો છે. વિડીયો શેર કરતાં વિરાટે જણાવ્યું કે, સંચિતના ટેલેન્ટને જોઈને તેના રૂંવાડા ઊભા થઈ ગયા છે.

Entertainment

ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ પૂરું થયાને એક અઠવાડિયું થયું છે. આ શો 6 વર્ષની ફ્લોરિના ગોગોઈ જીતી છે. જોકે, શોના સેકન્ડ રનર-અપ બનેલા સંચિત ચનાના પર ક્રિકેટ વિરાટ કોહલી ઓવારી ગયો છે. 10 વર્ષીય સંચિતના પર્ફોર્મન્સથી વિરાટ કોહલી ખૂબ પ્રભાવિત થયો છે અને તેણે તેના ભરપેટ વખાણ કર્યા છે.

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સંચિતનો એક વિડીયો શેર કર્યો છે. વિડીયો શેર કરતાં વિરાટે જણાવ્યું કે, સંચિતના ટેલેન્ટને જોઈને તેના રૂંવાડા ઊભા થઈ ગયા છે. સંચિતના વખાણ કરતાં વિરાટે લખ્યું “મારા જીવનમાં ખૂબ ઓછીવાર હું કોઈના ટેલેન્ટને જોઈને છક થયો છું. અરજીત સિંઘ એકમાત્ર વ્યક્તિ છે જેનું ટેલેન્ટ જોઈને હું ઈમોશનલ થયો હતો. હવે યૂટ્યૂબ પર મને આ છોકરાના ડાન્સિંગ વિડીયો જોવા મળ્યા અને હું દંગ રહી ગયો. તેનો ડાન્સ જોઈને મારા રૂંવાડા ઊભા થઈ ગયા. કોઈને જોઈને મે આવું પહેલા ક્યારેય નથી અનુભવ્યું. તેના અદ્ભૂત ટેલેન્ટને જોઈને હું ઈમોશનલ થઈ ગયો છું. ઈશ્વરના આશીર્વાદ હંમેશા તારા પર રહે અને તેઓ તારી રક્ષા કરે.

https://www.instagram.com/p/CVFupgDpsqc/?utm_source=ig_embed&ig_rid=ac692979-1960-4e2d-8f54-24e27b4d8a43

સંચિત અને તેના સુપર ગુરુ વર્તિકા ઝા ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ના સેકન્ડ રનર-અપ બન્યા હતા. સંચિતને ઈનામમાં એક લાખ રૂપિયાના ચેક ઉપરાંત ફ્રીજ અને એર પ્યોરિફાયર શોના સ્પોન્સર તરફથી મળ્યા હતા. જ્યારે પાર્ટનર બેંક તરફથી તેના નામે 51,000 રૂપિયાની એફડી કરવામાં આવી હતી. ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’ના જજ તરીકે શિલ્પા શેટ્ટી, ગીતા કપૂર અને અનુરાગ બાસુ જોવા મળ્યા હતા.