Not Set/ અભિષેક બચ્ચને છોડી પલટન

અભિનેતા અભિષેક બચ્ચને દત્તાની આગામી વૉર ફિલ્મ પલટન છોડી દીધી હોવાનું જાણવા મળ્યુ હતું.ટોચના ફિલ્મ સર્જક જે પી દત્તાના લાડકા મનાતા અભિષેક બચ્ચને છોડી દીધી તેમની ફિલ્મની નિર્માત્રી નિધિ દત્તાએ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું કે વાત સાચી છે. અભિષેક શા માટે ફિલ્મ છોડી દીધી એની તેમને જાણ નથી, પરંતુ એ હવે પલટન ફિલ્મ સાથે […]

Entertainment

અભિનેતા અભિષેક બચ્ચને દત્તાની આગામી વૉર ફિલ્મ પલટન છોડી દીધી હોવાનું જાણવા મળ્યુ હતું.ટોચના ફિલ્મ સર્જક જે પી દત્તાના લાડકા મનાતા અભિષેક બચ્ચને છોડી દીધી તેમની ફિલ્મની નિર્માત્રી નિધિ દત્તાએ આ સમાચારને સમર્થન આપતાં કહ્યું કે વાત સાચી છે. અભિષેક શા માટે ફિલ્મ છોડી દીધી એની તેમને જાણ નથી, પરંતુ એ હવે પલટન ફિલ્મ સાથે જોડાયેલો નથી તે વાતને  સમર્થન આપ્યુ હતુ .પલટન એક મલ્ટિસ્ટાર ફિલ્મ છે. અને તેનુ લડાખમાં શૂટિંગ કરવા જવાના હતા એના માત્ર ચોવીસ કલાક પહેલાં તેમને અભિષેકે જાણ કરી હતી કે એ આ ફિલ્મ કરવા ઇચ્છતો નથી. એટલે છેલ્લી ઘડીએ શૂટિંગ શિડયુલ મોકૂફ રાખવું પડયું હતું. આ ફિલ્મમાં જે પી દત્તા ભારતીય લશ્કરના કેટલાક જવાનો અને અધિકારીઓને પણ ચમકાવવાના છે. ભારતીય લશ્કરના જવાનોની રહેણીકરણી દર્શાવવાની પણ તેમની ઇચ્છા છે. અભિષેકની કારકિર્દીને સ્થિર કરવામાં જે પી દત્તાનો ઘણો ફાળો છે. જેપીએ અભિષેકને પહેલાં રેફ્યુજીમાં ચમકાવ્યો હતો. ત્યારબાદ પણ આ બંનેએ એલઓસી કારગિલ અને ઉમરાવ જાન ફિલ્મો સાથે કરી હતી.