Not Set/ બર્થ-ડે ગર્લ સની લિયોનીએ ખોલી બોલિવુડની પોલ, કેવો વર્તણૂક હતો જણાવ્યુંં

ફિલ્મોથી વધુ પોતાના બેક ગ્રાઉન્ડને લઇને ચર્ચામાં રહેતી સની લિયોની આજે તેનો 38મો જન્મ દિવસ મનાવી રહી છે. બિગ બોસ-5 બાદ સનીની કિસ્મત એવી ખુલી કે તેને ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટે ફિલ્મોમાં કાસ્ટ કરી દીધી. એડલ્ટ સ્ટારથી લઇને બોલિવુડ ફિલ્મો સુધીનો સનીનું કેરિયર ઘણુ રસપ્રદ રહ્યુ છે. જો કે હવે સની લિયોનીએ પોર્ન ઇંડસ્ટ્રી છોડી […]

Top Stories Entertainment

ફિલ્મોથી વધુ પોતાના બેક ગ્રાઉન્ડને લઇને ચર્ચામાં રહેતી સની લિયોની આજે તેનો 38મો જન્મ દિવસ મનાવી રહી છે. બિગ બોસ-5 બાદ સનીની કિસ્મત એવી ખુલી કે તેને ફિલ્મ ડાયરેક્ટર મહેશ ભટ્ટે ફિલ્મોમાં કાસ્ટ કરી દીધી. એડલ્ટ સ્ટારથી લઇને બોલિવુડ ફિલ્મો સુધીનો સનીનું કેરિયર ઘણુ રસપ્રદ રહ્યુ છે. જો કે હવે સની લિયોનીએ પોર્ન ઇંડસ્ટ્રી છોડી બોલિવુડમાં એન્ટ્રી કરી દીધી છે. આજે સની પોતાનો 38મો જન્મ દિવસની ઉજવણી કરી રહી છે. આ પહેલા વર્ષ 2012માં મહેશ ભટ્ટની ફિલ્મ ‘જિસ્મ 2’થી તેણે પોતાના બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી. સની બોલિવુડનાં કિંગ ખાન કહેવાતા શાહરૂખ સાથે પણ કામ કરી ચુકી છે.

સની લિયોની આજે બોલિવુડની બેસ્ટ આઈટમ ગર્લ બની ગઇ છે. થોડા સમય પહેલા સનીએ બોલિવુડ ઇન્ડસ્ટ્રીને લઇને એક મોટો ખુલાસો કર્યો હતો. સનીએ જણાવ્યુ હતુ કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહારથી જેટલી સુંદર છે, અહીનાં લોકો તેટલા જ ખરાબ છે. સનીએ વધુમાં કહ્યુ કે, જ્યારે તેમણે બોલિવુડ ઇંડસ્ટ્રીમાં પગ મુક્યો ત્યારે કોઇ પણ કલાકાર તેની સાથે સ્ક્રીન શેયર કરવા માંગતો નહતો. દરેક કલાકારોએ તેની સાથે કામ કરવાની ના કહી દીધી. જેના કારણે સની ઘણી દુખી થઇ હતી. ત્યારબાદ એક કલાકારે તેની સાથે કામ કરવાની માટે હા કહી ત્યારે આ સમગ્ર તમાશાનો અંત આવ્યો હતો. જ્યારે તેને પુછવામાં આવ્યુ કે તે કલાકારનું નામ શું છે ત્યારે તેણે જવાબ આપ્યો કે ચંકી પાંડે.

સની સાથે કામ ન કરવા પાછળનું કારણ તેનુ ભૂતકાળ હતુ કે જ્યારે તે પોર્ન ઇંડસ્ટ્રીમાં સક્રિય હતી. આ એક માત્ર કારણથી દરેક કલાકાર તેની સાથે કામ કરકવાની તુરંત ના કહી દેતો હતો. જો કે આજે સની લિયોનીએ પોતાની ઓળખને બદલી દીધી છે. તે આજે બોલિવુડની બેસ્ટ આઈટમ ગર્લ બની ગઇ છે.