Entertainment News : ઓછા બજેટમાં બનેલી અને બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડનાર ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh)ની સ્ટારકાસ્ટે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)સાથે ખાસ મુલાકાત કરી હતી. ગૃહમંત્રીએ પોતાના સત્તાવાર X (ટ્વિટર) હેન્ડલ પરથી આ મુલાકાતની તસવીરો શેર કરીને ફિલ્મની આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
Hanuman Ansh : બાબા નીમ કરોલીના જીવન પર આધારિત છે ફિલ્મ
અમિત શાહે તસવીરો શેર કરતા લખ્યું હતું કે, “આજે નવી દિલ્હીમાં બાબા નીમ કરોલી (Baba Neem Karoli) ના જીવન અને તેમની અનોખી હનુમાન ભક્તિ પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ના કલાકારો સાથે મુલાકાત કરી. તેમની આધ્યાત્મિક સફરને સિનેમાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાના આ પ્રશંસનીય પ્રયાસ બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” આ તસવીરોમાં મુખ્ય અભિનેતા શોભિનવ સત્ય અને દિગ્દર્શક વિશાલ ચતુર્વેદી પણ જોવા મળે છે.
માત્ર 10 લાખના ઓપનિંગથી 300 કરોડ ક્લબ સુધીની રોમાંચક સફર
કોઈપણ મોટા પ્રમોશન વગર રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે માત્ર 10 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. શરૂઆતમાં શો ઓછા હોવા છતાં, ત્રીજા સપ્તાહથી માઉથ-પબ્લિસિટી અને સોશિયલ મીડિયા ટ્રેન્ડના કારણે ફિલ્મે જબરદસ્ત વાપસી કરી હતી. ચોથા અઠવાડિયે 61 કરોડ અને પાંચમા અઠવાડિયે 90 કરોડથી વધુનું કલેક્શન કરીને આ ફિલ્મે વર્લ્ડવાઈડ ૩૦૦ કરોડનો આંકડો વટાવીને ઈતિહાસ રચ્યો છે.
આ પણ વાંચો :14 વર્ષ પહેલાં ઐશ્વર્યા રાય પણ બની હતી બોડી-શેમિંગનો શિકાર: આરાધ્યાના જન્મ બાદ ટ્રોલર્સને આપ્યો હતો કડક જવાબ
આ પણ વાંચો :શાહરૂખ ખાનની ‘કિંગ’માં થઈ આ અભિનેતાની ધમાકેદાર એન્ટ્રી
આ પણ વાંચો :કેટરીના કૈફની બોડી શેમિંગ પર બચાવમાં આવ્યા ઋત્વિક રોશન
