TELLYWOOD NEWS/ શા માટે ફેબ્રુઆરીમાં અચાનક બંધ કરવો પડ્યો હતો શો, કપિલ શર્માએ જણાવ્યું અસલી કારણ

નવી સીઝન પણ અગાઉની તમામ સીઝનની જેમ લોકોને હસાવી રહી છે અને મનોરંજન પૂરું પાડી રહી છે.

Entertainment

ફેબ્રુઆરી મહિનામાં કપિલ શર્મા વ્હીલચેર પર બેસીને એરપોર્ટ પરથી બહાર નીકળી રહ્યો હોય તેવી તસવીરો વાયરલ થઈ હતી, જેણે ઘણી ચર્ચા ઉભી કરી હતી. આટલું જ નહીં આ સમયે તેનો શો પણ ઓફ થયો હોવાથી તેણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. તે સમયે કપિલ શર્માએ તેને પીઠમાં ઈજા પહોંચી હોવાનું કહ્યું હતું અને ટૂંક સમયમાં શોની નવી સીઝન સાથે પરત ફરવાનું વચન આપ્યું હતું. કોમેડિયને તે વચન પાળ્યું અને ઓગસ્ટમાં ‘ધ કપિલ શર્મા શો’ની નવી સીઝન શરૂ થઈ. નવી સીઝન પણ અગાઉની તમામ સીઝનની જેમ લોકોને હસાવી રહી છે અને મનોરંજન પૂરું પાડી રહી છે.

આ દરમિયાન કપિલ શર્માનો એક નવો વીડિયો વાયરલ થયો છે જેમાં તે હેલ્થને લગતી સમસ્યા વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, તેને સ્પાઈનમાં ઈજા પહોચી હતી અને દુખાવો એટલો હતો કે તેણે પથારીવશ થવું પડ્યું હતું, આટલું જ નહીં તેને પોપ્યુલર શો પણ બંધ કરવા પડ્યો હતો. તે સમયે તે લાચારી અનુભવી રહ્યો હતો

આગળ તેણે કહ્યું હતું કે ‘અત્યારે ઘણી રાહત છે. સ્પાઈનની સમસ્યા એવી છે કે, આપણે કહીએ છીએ ને કે આ તો કરોડનું હાડકું છે, આ ઉદાહરણ એટલા માટે જ આપવામાં આવે છે કે જો તમારા કરોડના હાડકામાં તકલીફ થઈ તો બધું અટકી જાય છે. મારી સાથે પણ આમ થયું હતું, શો પણ આ જ કારણે મારે ઓફ એર કરવો પડ્યો હતો.