Bollywood/ અભિષેક બચ્ચન ફરી જોવા મળશે બ્રીથ વેબ સીરીઝમાં, નવી સીઝનનું શૂટિંગ શરૂ કરાયું

બીજી સીઝનમાં અભિષેક બચ્ચને માધવનની જગ્યા લીધી અને હવે નવી સીઝન પણ અભિષેક બચ્ચન જોવા મળશે. 

Entertainment

અભિષેક બચ્ચનએ વેબ સિરીઝ સાયકોલોજિકલ થ્રિલર ‘બ્રીથ: ઈન્ટુ ધ શેડોઝ’ થી વેબ ડેબ્યુ કર્યું હતું. આ વેબ સિરીઝને દર્શકોને ઘણો પ્રેમ મળ્યો છે. હવે અભિષેક ફરી એકવાર તેની વેબ સિરીઝની સિક્વલ લાવી રહ્યો છે. આ જાહેરાતથી તેની ભત્રીજી નવ્યા નવેલી નંદા ખૂબ જ ખુશ છે. આ શ્રેણી એમેઝોન પ્રાઈમ વિડીયો પર જોવા મળશે. અભિષેક બચ્ચન, અમિત સંધ અને નિત્ય મેનનની સાથે અભિનેત્રી સૈયામી ખેર અને નવીન કસ્તૂરિયા આ નવી સિઝનમાં જોવા મળશે.

આ પણ વાંચો ;મુંબઈમાં આગ / મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલા રેસિડેન્શિયલ બિલ્ડીંગના 19માં માળે આગ

‘બ્રીથ’ની પ્રથમ સીઝનમાં અભિનેતા આર. માધવન જોવા મળ્યો હતો અને તેની સ્ટાઈલ ખૂબ પસંદ કરવામાં આવી હતી. બીજી સીઝનમાં અભિષેક બચ્ચને માધવનની જગ્યા લીધી અને હવે નવી સીઝન પણ અભિષેક બચ્ચન જોવા મળશે.

આ પણ વાંચો ;OMG! / લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન પડી ગયા, આ વીડિયો તમે પણ જોઈલો ..

મયંક શર્માના નિર્દેશનમાં બનનારી આ વેબ સિરીઝની નવી સીઝનનું નિર્માણ દિલ્હી અને મુંબઈમાં શરૂ થઈ ગયું છે. આ વેબ સિરીઝ આવતા વર્ષે રિલીઝ થશે. પ્રથમ સીઝનમાં અભિષેક પોતાના બાળકને બચાવવા માટે દરેક હદ પાર કરવા સંમત થાય છે. આ વખતે નવીન કસ્તૂરિયા પણ આ સિઝનમાં જોવા મળશે. નવીન અગાઉ વાયઆરએફના સુપરહિટ વેબ શો ‘એસ્પેરેન્ટ’માં દેખાયો છે. આ વેબ શો માટે તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

આ પણ વાંચો:Business / તહેવારોની મોસમ આવી ગઈ છે, સોનું ખરીદતી વખતે ધ્યાનમાં રાખશો આ ખાસ બાબતો