સોશિયલ મીડિયા પર અવાર નવાર ડાન્સ વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને યુઝર્સ હસવાનુ રોકી શકતા નથી. આજકાલ આવો જ એક રમુજી વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક જે રીતે વાંદરાઓની વચ્ચે ડાન્સ કરી રહ્યો છે, તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.
https://www.instagram.com/reel/CUpt4ergoeY/?utm_source=ig_embed&ig_rid=71ec5fd3-b4b5-4b86-9b0a-f38a1879bbb0
સામાન્ય રીતે વાંદરાઓના હુમલાથી લોકો ડરી જાય છે અને તેનાથી દુર રહેવાનુ પસંદ કરે છે, પરંતુ આ વીડિયોમાં યુવક જે રીતે વાંદરાઓની વચ્ચે ડાન્સ કરી રહ્યો છે, તે જોઈને લાગે છે કે તેને વાંદરાથી જરા પણ ડર લાગતો નથી. વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક વાંદરાની ટોળકી વચ્ચે ઉભા રહીને ડાન્સ કરી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે, આ યુવકનો ડાન્સ જોઈને વાંદરા પણ ત્યાંથી ચાલ્યા જાય છે. આ રમુજી વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ર્સને આ રમુજી વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ યુવકનો ડાન્સ જોઈને વાંદરા પણ શરમાઈ ગયા… જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
