એક તરફ કોરોનાની માર, બીજી તરફ વધતી મોંઘવારીએ લોકોને પરેશાન કરી દીધા છે. ત્યારે હવે દેશનાં ઘણા ભાગોમાં ભૂકંપનાં આંચકાઓ આવવાનાં સમાચાર પણ સામાન્ય બની ગયા છે. જી હા, તાજેતરમાં કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયેલા આંદમાન અને નિકોબાર ટાપુઓ પર ભૂંકપનાં ઝટકા અનુભવાયા છે.
આ પણ વાંચો – ભાવ વધારો / પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવે સામાન્ય નાગરિકનું બગાડ્યું બજેટ, આજે ફરી થયો વધારો
આપને જણાવી દઇએ કે, બુધવારે સવારે કેન્દ્રશાસિત પ્રદેશ આંદમાન અને નિકોબાર ટાપુઓનાં ડિંગલી દ્વીપ નજીક ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. જો કે જાનમાલનાં નુકસાનનાં કોઈ સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે ડિંગલીપુરમાં આંદમાન અને નિકોબાર ટાપુઓ નજીક રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતા ધરાવતો ભૂકંપ અનુભવાયો હતો. એજન્સી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ભારતનાં આંદમાન અને નિકોબાર ટાપુનાં ડિંગલીપુરથી 90 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ (SSE)માં હતું. ભૂકંપ ભારતીય સમય અનુસાર સવારે 4:56 વાગ્યે સપાટીથી 80 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અન્ય ઘણા રાજ્યોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ માહિતી આપી છે. આ પહેલા 25 સપ્ટેમ્બરે આંદમાનની કેમ્પબેલ ખાડીમાં રાત્રે 8:35 કલાકે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 હતી.
An earthquake of magnitude 4.0 on the Richter scale was reported in Andaman Islands, the National Centre for Seismology (NCS) said.
— ANI (@ANI) October 27, 2021
આ પણ વાંચો – #T20WorldCup / ભારત બાદ ન્યુઝીલેન્ડને ઘમરોળતું પાકિસ્તાન, પાંચ વિકેટે મેળવી જીત
ધરતીકંપનું કેન્દ્ર એ સ્થળ છે જેની નીચે પ્લેટોની હિલચાલ દ્વારા ભૂસ્તરમાં ઊર્જા મુક્ત થાય છે. આ સ્થળે ધરતીકંપનાં કંપન વધુ હોય છે. જેમ જેમ કંપનની આવર્તન દૂર થાય છે તેમ તેમ તેની અસર ઓછી થતી જાય છે. જો કે, જો રિક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવે છે, તો પછી ધ્રુજારી આસપાસનાં 40 કિમીની ત્રિજ્યામાં તીવ્ર બને છે. પરંતુ તે તેના પર પણ આધાર રાખે છે કે સિસ્મિક આવર્તન ઉપરની તરફ છે કે શ્રેણીમાં છે. જો કંપનની આવર્તન વધે છે, તો ઓછા વિસ્તારને અસર થશે. જણાવી દઇએ કે, ભૂકંપ આવે તે સમયે લોકોએ ભયભીત થઇને હોશ ખોવો જોઇએ નહી. સુરક્ષિત જગ્યાએ ભૂકંપ પ્રતિરોધક ઈમારત બનાવો. સમયાંતરે ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ લો અને રિહર્સલ કરો. ડિઝાસ્ટર કીટ બનાવો જેમાં રેડિયો, જરૂરી કાગળ, મોબાઈલ, ટોર્ચ, માચિસ, મીણબત્તી, ચપ્પલ, થોડા પૈસા અને જરૂરી દવાઓ રાખો. સંતુલન જાળવવા માટે ફર્નિચરને ચુસ્તપણે પકડી રાખો. લિફ્ટનો બિલકુલ ઉપયોગ કરશો નહીં. ખુલ્લા વિસ્તારમાં ઝાડ અને પાવર લાઇનથી દૂર રહો.
