T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યુ છે. આ ટીમે સુપર-12માં ભારતને 10 વિકેટે હરાવીને ન્યૂઝીલેન્ડ સામે 5 વિકેટે જીત નોંધાવી હતી. પાકિસ્તાન ગ્રુપ-2માં 4 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે પાકિસ્તાને ટીમ ઈન્ડિયા પર વિજય મેળવ્યો ત્યારે પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરની ખુશીનો કોઈ પાર ન હતો, પરંતુ હવે કંઈક એવું થયું જેણે ‘રાવલપિંડી એક્સપ્રેસ’નાં નામથી પ્રખ્યાત આ દિગ્ગજને ગુસ્સે કરી દીધા છે.
https://twitter.com/_Mansoor_Ali/status/1453073811335696389?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1453073811335696389%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fd-13872218943289908931.ampproject.net%2F2109272305001%2Fframe.html
આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાનની બેક ટૂ બેક જીત બાદ Points Table માં થયો ફેરફાર, ભારત-ન્યૂઝીલેન્ડની વધી મુસિબત
બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડકપમાં સતત જીત મેળવ્યા બાદ ઘણી ટીવી ચેનલો અને અખબારોમાં હેડલાઈન્સ બનાવી રહી છે. વળી, કેટલાક ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરો ખોટા કારણોસર હેડલાઇન્સમાં જોવા મળી રહ્યા છે. દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને એક ક્રિકેટ ટીવી શો દરમિયાન શોનાં એન્કર દ્વારા વકાર યુનિસે ‘હિંદુઓની સામે નમાઝ’ની ટીપ્પણી કર્યા બાદ કાર્યક્રમની વચ્ચે જ શો છોડી દેવાનું કહ્યું હતું. શોએબ અખ્તરને એક પાકિસ્તાની ચેનલ દ્વારા T20 વર્લ્ડકપમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમનાં પ્રદર્શન વિશે સર વિવિયન રિચર્ડ્સ અને ડેવિડ ગોવર જેવા વિશ્વ ક્રિકેટનાં મહાન ખેલાડીઓ સાથે ચર્ચા કરવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ટીમમાં શાહીન શાહ આફ્રિદી અને હેરિસ સોહેલનાં ઉદય અંગે ચર્ચા કરતી વખતે અખ્તરને એન્કર ડૉ. નૌમાન નિયાઝ દ્વારા અટકાવવામાં આવ્યો હતો.
https://twitter.com/iamhassan9/status/1453091762122207239?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1453091762122207239%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fhindi-news%2Fsports-hindi%2Fcricket-news-t20-world-cup-2021-pakistans-shoaib-akhtar-resigns-on-air-video-goes-viral-5071479%2F
આ પણ વાંચો – હાર્દિક પંડ્યા રમી શકે છે આગામી મેચ / હાર્દિક પંડયાના ખભાની ઈજા સામાન્ય, તે આગામી મેચ રમી શકે તેવી શક્યતા
અખ્તર આનાથી એકદમ નારાજ દેખાયો અને તેના પર પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. ક્રિકેટ શોનાં હોસ્ટ નિયાઝે લાઇવ શોમાં અખ્તરને કહ્યું, ‘તમે થોડા અસંસ્કારી છો અને હું એવું કહેવા માંગતી નથી, પરંતુ જો તમે વધુ સ્માર્ટ છો, તો તમે જઈ શકો છો. હું આ ઓન એર કહું છું. થોડા સમય પછી શોએબ અખ્તરે કહ્યું, “જે રીતે નેશનલ ટીવી પર મારી સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે, મને નથી લાગતું કે મારે આ શોનો ભાગ હવે હોવુ જોઈએ. હું પીટીવીમાંથી રાજીનામું આપી રહ્યો છું.”
https://twitter.com/shoaib100mph/status/1453119214303072258?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1453119214303072258%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fhindi-news%2Fsports-hindi%2Fcricket-news-t20-world-cup-2021-pakistans-shoaib-akhtar-resigns-on-air-video-goes-viral-5071479%2F
શોએબ અખ્તરે આ મામલે પોતાનું સ્ટેન્ડ આપતાં એક વીડિયોમાં કહ્યું હતું કે, વિવિયન રિચર્ડ્સ અને ડેવિડ ગોવરની સામે મારી સાથે આવો વ્યવહાર કરવામાં આવ્યો, જે બિલકુલ યોગ્ય નથી. મેં ડૉ. નૌમાનને માફી માંગવા કહ્યું હતું, પણ તેમણે તે ન કર્યુ. વિદેશી ખેલાડીઓની સામે મારી સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું, જે મારા માટે ઘણું ખરાબ હતું. હું રાષ્ટ્રીય સ્ટાર છું, જે રીતે કહેવામાં આવ્યું તે સંપૂર્ણપણે ખોટું હતું.
