ન્યૂઝીલેન્ડનાં ફાસ્ટ બોલર ટિમ સાઉદીએ T20 ઈન્ટરનેશનલની નવી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. સાઉદીએ પોતાની 83મી મેચ રમીને વિકેટની સદી નોંધાવી છે. સાઉદીએ શારજાહનાં મેદાનમાં પાકિસ્તાન સામે ટી20 વર્લ્ડકપ મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી. 135 રનનાં ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમને સાઉદીએ છઠ્ઠી ઓવરમાં ઝટકો આપ્યો હતો. તેણે કેપ્ટન બાબર આઝમને બોલ્ડ કરીને T20 ઈન્ટરનેશનલની 100મી વિકેટ પૂરી કરી.

આ પણ વાંચો – T20 World Cup / ચાલુ શો દરમિયાન એન્કરે શોએબ અખ્તરને કહ્યુ Get Out, જુઓ Video
ICC T20 વર્લ્ડકપ 2021માં પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડનાં દિગ્ગજ ફાસ્ટ બોલર ટિમ સાઉદીએ T20Iમાં ઈતિહાસ રચ્યો છે. સાઉદી આ મેચમાં એક વિકેટ લેવાની સાથે જ એક ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે. તે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમની વિકેટ સાથે T20I માં 100 વિકેટ પૂરી કરનાર વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે. તેના પહેલા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર 2 એવા બોલર છે જે અત્યાર સુધી 100 વિકેટ લેવામાં સફળ રહ્યા છે. આ મેચ પહેલા તેણે 82 T20I મેચમાં 99 વિકેટ ઝડપી હતી. આ મામલામાં બાંગ્લાદેશ ટીમનાં અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન 117 વિકેટ સાથે ટોચ પર છે, જ્યારે શ્રીલંકાનાં પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર લસિથ મલિંગા 107 વિકેટ સાથે આ યાદીમાં બીજા સ્થાને છે.
Tim Southee gets his 100th T20I wicket and what a big one it is 👏
He bowls Babar Azam out for 9.#T20WorldCup | #PAKvNZ | https://t.co/rpw034CkPm
— T20 World Cup (@T20WorldCup) October 26, 2021
જુઓ સમગ્ર યાદી-
117 શાકિબ અલ હસન, બાંગ્લાદેશ
107 લસિથ મલિંગા, શ્રીલંકા
100 ટિમ સાઉથી, ન્યૂઝીલેન્ડ
99 રાશિદ ખાન, અફઘાનિસ્તાન
98 શાહિદ આફ્રિદી, પાકિસ્તાન
ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ વિકેટ
100 ટિમ સાઉદી
74 ઇશ સોઢી
60 મિશેલ સેન્ટનર
58 મેક્કુલમ
46 ટ્રેન્ટ બોલ્ટ

આ પણ વાંચો – T20 World Cup / પાકિસ્તાનની બેક ટૂ બેક જીત બાદ Points Table માં થયો ફેરફાર, ભારત-ન્યૂઝીલેન્ડની વધી મુસિબત
આ સિવાય રાશિદ ખાન પણ 100 વિકેટ પૂરી કરવાથી માત્ર એક વિકેટ દૂર છે. રાશિદે અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં 99 વિકેટ ઝડપી છે. રાશિદ 1 વિકેટ લેતાની સાથે જ T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર બોલર બની જશે. રાશિદનાં નામે 52 મેચમાં 99 વિકેટ આવી છે. વળી, આ સિવાય શાહિદ આફ્રિદીએ આ ફોર્મેટમાં 99 મેચ રમી અને 98 વિકેટ લીધી. જણાવી દઈએ કે કિવી ટીમે પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 134 રન બનાવ્યા હતા. પાકિસ્તાન વતી ઝડપી બોલર રૌફે 4 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની ઈનિંગને તોડી પાડી હતી. પાકિસ્તાનનાં કેપ્ટન બાબરે મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
