Covid-19/ તહેવારોની સીઝનમાં બેદરકારીથી બચો! વિશ્વનાં અનેક દેશમાં કોરોનાનો ઉથલો

તહેવારોની સીઝન હવે શરૂ થઇ રહી છે. ત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસમાં શરૂઆતની સરખામણીએ પરિસ્થિતિ ઘણી કાબુમાં છે. પરંતુ નજીકનાં તહેવારોને લઇને દુનિયાભરનાં લોકો બેદરકાર જોવા મળી રહ્યા છે.

Top Stories World
કોરોનાનાં કેસ
  • તહેવારોની સીઝનમાં બેદરકારીથી બચો!
  • વિશ્વના અનેક દેશોમાં કોરોનાનો ઉથલો
  • રશિયામાં 24 કલાકમાં 40 હજાર કેસ
  • યુકેમાં પણ 24 કલાકમાં 40 હજાર કેસ
  • જર્મનીમાં બીજા દિવસે પણ 26 હજાર કેસ
  • રશિયાના પાડોશી યુક્રેનમાં 26 હજાર કેસ
  • તુર્કીમાં 24 કલાકમાં 25 હજારથી વધુ કેસ
  • રશિયામાં સર્વાધિક 1,159 દર્દીના મોત

તહેવારોની સીઝન હવે શરૂ થઇ રહી છે. ત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસમાં શરૂઆતની સરખામણીએ પરિસ્થિતિ ઘણી કાબુમાં છે. પરંતુ નજીકનાં તહેવારોને લઇને દુનિયાભરનાં લોકો બેદરકાર જોવા મળી રહ્યા છે. જેના કારણે હવે વિશ્વનાં અનેક દેશોમાં કોરોનાનો ઉથલો માર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા લાગ્યુ છે.

દુનિયામાં કોરોના

આ પણ વાંચો – Covid-19 / દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી મૃત્યુનાં કેસમાં થયો નોંધપાત્ર વધારો

આપને જણાવી દઇએ કે, કોરોનાનાં વૈશ્વિક કેસ વધીને 24.54 કરોડ થઈ ગયા છે. વળી, આ મહામારીથી મૃત્યુઆંક વધીને 49.7 લાખ થઈ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 6.94 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. શુક્રવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુઆંક અને રસીની કુલ સંખ્યા અનુક્રમે 245,493,444, 4,979,940 અને 6,947,883,074 છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રશિયા અને UK માં 40-40 હજાર કેસ, જર્મની અને રશિયાનાં પડોશી દેશ યુક્રેનમાં 26-26 હજાર કેસ અને તુર્કીમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે હવે ચિંતાનો વિષય બની ગયુ છે. વળી રશિયામાં આ છેલ્લા 24 કલાકમાં સર્વાધિક 1,159 દર્દીઓનાં મોત થયા છે.

દુનિયામાં કોરોના

આ પણ વાંચો – મોટો નિર્ણય / ભારતીય રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસને મળ્યું Extension

CSSE અનુસાર, અમેરિકા 45,825,983 કેસ અને 743,358 મૃત્યુ સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. ભારત 34,231,809 કેસ સાથે સંક્રમણાં મામલામાં બીજા ક્રમે છે. 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ (21,781,436), યુકે (8,978,443), રશિયા (8,260,045), તુર્કી (7,961,505), ફ્રાન્સ (7,248,285), ઈરાન (5,899,509), આર્જેન્ટિના (5,78,580), સ્પેન (5,780,80) , કોલંબિયા (4,997,444), ઇટાલી (4,757,231), જર્મની (4,553,744), ઇન્ડોનેશિયા (4,242,532) અને મેક્સિકો (3,793,783) નો સમાવેશ થાય છે. જે દેશોમાં આ મહામારીનાં કારણે 1 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, તેમાં બ્રાઝિલ (607,068), ભારત (456,386), મેક્સિકો (287,274), રશિયા (230,786), પેરુ (200,149), ઇન્ડોનેશિયા (143,333), યુકે (140,828), (132,004), કોલંબિયા (127,195), ઈરાન (125,875), ફ્રાન્સ (118,561) અને આર્જેન્ટિના (115,916) છે.