Viral Video/ સહદેવે સ્ટાઇલિશ અંદાજમાં ગાયું બચપન કા પ્યાર, વાયરલ થયો નવો વીડિયો

સહદેવનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં બચપન કા પ્યાર ગીત ગાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા…

Videos
બચપન કા પ્યાર ગીત

ઈન્ટરનેટ સેન્સેશન સહદેવ લોકોમાં ઘણો ફેમસ થઈ ગયો છે. કેટલાક સમયથી તે બચપન કા પ્યાર ગીત ગાઈને લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયો હતો અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. હવે સહદેવનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં બચપન કા પ્યાર ગાતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સહદેવ ખૂબ જ સુંદર જગ્યાએ બચપન કા પ્યાર ગીત ગાતા ડાન્સ સ્ટેપ્સ પણ કરી રહ્યો છે.

આ પણ વાંચો : મમ્મીને દુલ્હન બનેલા જોઈને બાળકીએ આપી આવી પ્રતિક્રિયા, જોઈને તમે પણ થઈ જશો ઈમોશનલ

છત્તીસગઢના સહદેવ દિરદોએ આ વર્ષની શરૂઆતમાં 2019નું ગીત બચપન કા પ્યાર ગાઈને લોકોમાં લોકપ્રિયતા મેળવી હતી. હવે સહદેવે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ટૂંકી ક્લિપ પોસ્ટ કરી છે, જેમાં તે બચપન કા પ્યાર ગીત ગાતો અને તેના પર પૂરા જોશમાં નાચતો જોવા મળે છે.

https://www.instagram.com/reel/CT4B97rK9ls/?utm_source=ig_web_copy_link

વીડિયોમાં સહદેવે ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરીને બચપન કા પ્યાર ગાઈ રહ્યો છે અને ગીતની સાથે તે શાનદાર ડાન્સ સ્ટેપ્સ પણ કરી રહ્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો સહદેવના આ વીડિયોને પણ પસંદ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘હું બહુ મોટો ફેન છું. બીજાએ લખ્યું – ફૂલ સ્પોર્ટ.

આ પણ વાંચો :દુલ્હાએ લગ્નની વિધિ દરમિયાન દુલ્હન સાથે બનાવી રોટલી, જુઓ આ પ્રેમભર્યો વીડિયો

આ પણ વાંચો :છોકરીએ રસ્તા વચ્ચે છોકરાને કર્યું પ્રપોઝ, પછી જે થયું તમે વિશ્વાસ નહીં કરી શકો..

આપને જણાવી દઈએ કે વર્ષ 2019માં બચપન કા પ્યાર ગીતગીત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં સહદેવ ક્લાસમાં તેના ટીચરની સામે ઉભા રહીને ગીત ગાઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ ટીવી સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકો આ ગીત પર શાનદાર રીલ બનાવી રહ્યા છે. છત્તીસગઢના સુકમા જિલ્લાના છિંદગઢ બ્લોકના રહેવાસી સહદેવે તેના શિક્ષકની વિનંતી પર વાયરલ ગીત ગાયું, જેણે વીડિયો રેકોર્ડ કર્યો અને તેને ઑનલાઇન શેર કર્યો. ત્યારથી આ ગીત દરેક જગ્યાએ છવાયેલું છે.

આ પણ વાંચો :ફ્લાઇટમાં દીકરીએ પિતાનું આ રૂપ જોઈને થઈ ગઈ ખુશ, તમે પણ જુઓ આ સુંદર VIDEO

આ પણ વાંચો :નીરજ ચોપરાને બાળકીએ કહ્યું- મારા ફેવરિટ તો તમે જ છો, દિલ જીતી રહ્યો છે આ વીડિયો