T20 વર્લ્ડ કપની 24મી મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ત્રીજી જીત નોંધાવી છે. અફઘાનિસ્તાનના 148 રનના ટાર્ગેટના જવાબમાં પાકિસ્તાને છ બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.આજે પાકિસ્તાને 148 રનનો ટાર્ગેટ 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ નબી અને ગુલબદ્દીન નાયબ 35-35 રન બનાવીને અણનમ રહ્યા હતા. પાકિસ્તાન તરફથી ઈમાદ વસીમે 2 વિકેટ ઝડપી હતી.

એક સમયે મેચ રોમાચંક તબક્કામાં આવી ગઇ હતી ,ત્યારે આસિફ અલીએ બાજી સંભાળી હતી તેણે વિસ્ફોટક બેટિંગ કરીને 7 બોલમાં 25 રન કર્યા હતા,4 છગ્ગા લગાવ્યા હતા અને પાકિસ્તાન ટીમને જીત અપાવી હતી,કેપ્ટન બાબર આજમે 51 રનની ઇનિગ્સ રમી હતી,
