Not Set/ બસપાને મોટો આંચકો : છ ધારાસભ્ય સપામાં જોડાયા, એક ભાજપના MLA પણ જોડાયા

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા બહુજન સમાજવાદી પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે. બસપાના છ ધારાસભ્ય શનિવારે સપામાં જોડાયા હતા. અખિલેશ યાદવે તેમને પાર્ટીની સદસ્યતા આપી છે.

Top Stories India

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા બહુજન સમાજવાદી પાર્ટીને મોટો ઝાટકો લાગ્યો છે. બસપાના છ ધારાસભ્ય શનિવારે સપામાં જોડાયા હતા. અખિલેશ યાદવે તેમને પાર્ટીની સદસ્યતા આપી છે. આ ધારાસભ્યો લાંબા સમયથી અખિલેશના સંપર્કમાં હતા. તો બીજીબાજુ ભાજપના એક ધારાસભ્ય પણ સપામાં જોડાઈ ગયા છે.

યુપી ચૂંટણી પહેલા બસપા માટે મોટો આંચકો માનવામાં આવે છે. બીજી તરફ સપા ભાજપની મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે ઉભરી રહી છે અને વધુ મજબૂત થતી જોવા માટે મળી રહી છે.

અખિલેશ યાદવે બીએસપી અને બીજેપીના ધારાસભ્યોનું સપા કાર્યાલયમાં સ્વાગત કર્યું અને તેમને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું . આ અવસરે અખિલેશ યાદવે કહ્યું હતું કે, એવા ઘણા લોકો છે જે સપામાં જોડાવા માંગે છે. જ્યાં સુધી ચૂંટણી ન આવે ત્યાં સુધી ભાજપ “ભાગતું પરિવાર”  જ રહેશે. આ ચૂંટણીમાં ભાજપનો સફાયો થશે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપે ખેડૂતોને આપેલું એક પણ વચન પૂરું કર્યું નથી. ન તો તેની આવક બમણી થઈ, ન તો તેના જીવનને સુધારવાના પ્રયાસો થયાં છે.

અખિલેશે કહ્યું હતું કે, સરકાર સામે લોકોમાં નારાજગી છે. મોંઘવારી અતિશય વધી રહી છે. ભાજપના લોકો પેજ પ્રમુખ બનાવે છે અને તેમના મેનિફેસ્ટોનું પાનું જ તેઓ ફેરવવાનું ભૂલી જાય છે. અત્યાર સુધી અમે બાળકોને લેપટોપ અને ટેબલેટ આપી શક્યા નથી.

અખિલેશ યાદવે કહ્યું કે ભાજપના ઘણા લોકો અમારી સાથે આવવા માંગે છે. સમય આવશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે. શુક્રવારે  ભાજપના મંચ પરથી કહેવામાં આવ્યું હતું કે, સંકલ્પ પત્રનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બાકીના 2 મહિનામાં પૂર્ણ થશે. મારી વાત એ છે કે ભાજપે તેના સંકલ્પ પત્રને ડસ્ટબીનમાં ફેંકી દીધા છે. ભાજપે ક્યારેય ઠરાવ પત્રનું પાનું ફેરવ્યું નથી. ભાજપે એક પણ વચન પૂરું કર્યું નથી. લોકોએ ભાજપ પર ભરોસો કર્યો, ભાજપે જનતા સાથે એટલી જ છેતરપિંડી કરી છે.

પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવ વિશે પણ અખિલેશે કહ્યું હતું કે, તેમનું સન્માન કરવામાં આવશે. તે પણ અમારી સાથે રહેશે.

– સુષ્મા પટેલ મુંગરા બાદશાહપુર, જૌનપુર

– હરગોવિંદ ભાર્ગવ સિધૌલી, સીતાપુર

– અસલમ ચૌધરી ધૌલાના, હાપુર

– અસલમ રૈની, શ્રાવસ્તી

– હકીમ લાલ બિંદ, હાંડિયા, પ્રયાગરાજ

– મુજતબા સિદ્દીકી પ્રતાપપુર પ્રયાગરાજ

ભાજપના સીતાપુર સદરના ધારાસભ્ય રાકેશ રાઠોડ સપામાં જોડાયા છે.