રાજ્યમાં પહેલીવાર આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને 156 નગરપાલિકાઓના ડેવલોપમેન્ટ પ્લાન અને ટાઉન પ્લાનિંગ યોજનાઓમાં કેમિકલ પ્લાન્ટ માટેની જોગવાઈઓને દૂર કરવા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા દિવાળીના થોડા અઠવાડિયા પછી રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગે આ માટે પહેલાથી જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી કેમિકલ એકમોના પ્રકારોની યાદી માંગી છે. જે નવી આગામી માર્ગદર્શિકામાં સમાવવામાં આવશે. આ એકમો જોખમી રસાયણો ઉત્પન્ન કરતા હોય, ઝેરી કચરાનો નિકાલ કરતા હોય અથવા જોખમી ઔદ્યોગિક વાયુઓ બહાર કાઢતી ચીમની ધરાવતા હોવા જોઈએ. તેનો સમાવેશ આ લિસ્ટમાં કરવામાં આવશે. ગત વર્ષે જુલાઈમાં વિજય રૂપાણી સરકારે આ દિશામાં ચર્ચા શરૂ કરી હતી.
શહેરની મધ્યમાં આવેલા હાલના ઉદ્યોગો પૈકી પ્રદૂષિત ઉદ્યોગોને શહેરોની બહાર ખસેડવા માટે આકર્ષક પ્રોત્સાહનો આપવા માટે મહેસૂલ, કાયદો, ઉદ્યોગો અને ખાણ અને નાણા વિભાગો સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ.” તેમજ શહેરની હદમાં જમીનની ઉપલબ્ધતા સરકારી એજન્સીઓને પણ મદદ કરશે, કારણ કે ઓછો ખર્ચ થશે. આ જમીનના પ્લોટનો ઉપયોગ મુખ્ય વિસ્તારોમાં એફોર્ડેબલ હાઉસિંગ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા માટે પણ નફાકારક રીતે થઈ શકે છે
