Not Set/ ત્રણ દિવસ બાદ રજનીકાંતને હોસ્પિટલમાંથી અપાઈ રજા, જાણો હવે કેવી છે તબિયત

રજનીકાંતને રવિવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અગાઉના દિવસે, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને અભિનેતાની તપાસ કરવા હોસ્પિટલ…

Trending Entertainment
રજનીકાંતને

અભિનેતા રજનીકાંતને હોસ્પિટલમાંથી ત્રણ દિવસ પછી રજા આપવામાં આવી છે. મગજમાં લોહીના અવરોધને લગતી સમસ્યાને કારણે તેમણે હાલમાં જ સર્જરી કરાવી હતી. અભિનેતાના નજીકના સૂત્રોએ આ માહિતી આપી. રજનીકાંતની તબિયત બગડતાં 28 ઓક્ટોબરે શહેરની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને શુક્રવારે તેમણે ‘કેરોટીડ આર્ટરી રિવાસ્ક્યુલરાઈઝેશન’ (CAR) કરાવ્યું હતું.

આ પણ વાંચો :આર્યન બાદ હવે મુનમુન ધામેચા પણ જેલમાંથી થઈ મુક્ત, ભાયખલા જેલમાં હતી બંધ

ઘરે પહોંચતાની સાથે જ રજનીકાંતે ટ્વિટર પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ઘરમાં પ્રવેશતા જોવા મળી રહ્યા છે. તેણે કેપ્શનમાં લખ્યું છે- ‘ઘર વાપસી’.

સૂત્રોએ પુષ્ટિ કરી કે રજનીકાંતને રવિવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અગાઉના દિવસે, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને અભિનેતાની તપાસ કરવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો : ઉર્મિલા માતોંડકર થઈ કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી

 ફેન્સ રજનીકાંતના સારા સ્વાસ્થ્ય માટે ખૂબ પ્રાર્થના કરી રહ્યા હતા. અભિનેતાના ચાહકો તેમના સાજા થવા માટે હવન કરી રહ્યા હતા. તો, હોસ્પિટલની બહાર અભિનેતાના ચાહકોની ભીડ હતી.

અભિનેતા રજનીકાંતની તબિયત બગડતાં તેમને ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રજનીકાંતને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ચાહકો ખૂબ જ નારાજ હતા. પરંતુ હવે અભિનેતાના ચાહકો માટે સારા સમાચાર છે.

રજનીકાંતને થોડા દિવસ પહેલા દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અભિનેતાએ આ દરમિયાન તેની આખી સફર યાદ કરી. એવોર્ડ મેળવ્યા બાદ જ્યારે અભિનેતા ઘરે આવ્યા ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચાહકો તેને અભિનંદન આપવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો :પાર્ટીમાં ડાન્સ કરતાં અંકિતા લોખંડેએ બધાની સામે બોયફ્રેન્ડને કરી KISS, જુઓ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંતની આગામી ફિલ્મ અનાથે 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મને લઈને જબરદસ્ત ચર્ચા છે અને ટ્રેલરને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો :આર્યન ખાન ઘરે પહોંચતા જ ગૌરી અને શાહરૂખને ગળે વળગી રડ્યો, જાણો પછી શું થયું…

આ પણ વાંચો :અનુષ્કાએ દીકરી સાથે હેલોવીન પાર્ટી સેલિબ્રેટ કરી,જોઇલો તસ્વીરો…