Not Set/ jio GigaFiber ને ટક્કર આપશે BSNLના આ પ્લાન, કંપની દ્વારા લોન્ચ કરાયા ૪ ખાસ પ્લાન 

નવી દિલ્હી, દેશભરમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ સર્જનારા રિલાયન્સ જિયો દ્વારા હાલ પોતાના સૌથી ઝડપી નેટવર્ક jio GigaFiberનું રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, જિયો પોતાની ફાઈબર – ટુ-ધ-હોમ (FTTH) સેવાથી બ્રોડબેન્ડ માર્કેટમાં ધૂમ મચાવી શકે છે, ત્યારે હવે અન્ય ટેલિકોમ કંપનીઓ દ્વારા આ દિશામાં પગલું મળવામાં આવ્યું છે. આ દિશામાં BSNL […]

Trending Tech & Auto

નવી દિલ્હી,

દેશભરમાં ટેલિકોમ ક્ષેત્રે ક્રાંતિ સર્જનારા રિલાયન્સ જિયો દ્વારા હાલ પોતાના સૌથી ઝડપી નેટવર્ક jio GigaFiberનું રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, જિયો પોતાની ફાઈબર – ટુ-ધ-હોમ (FTTH) સેવાથી બ્રોડબેન્ડ માર્કેટમાં ધૂમ મચાવી શકે છે, ત્યારે હવે અન્ય ટેલિકોમ કંપનીઓ દ્વારા આ દિશામાં પગલું મળવામાં આવ્યું છે.

આ દિશામાં BSNL દ્વારા પોતાની બ્રોડબેન્ડ સેવા માટે ૪ નવા પ્લાન લોન્ચ કર્યા છે. કંપની દ્વારા ૯૯ રૂપિયા, ૧૯૯ રૂપિયા, ૨૯૯ રૂપિયા અને ૩૯૯ રૂપિયાના નવા પ્લાનની ઘોષણા કરવામાં આવી છે.

કંપનીના આ પ્લાનમાં ગ્રાહકોને ૨૦ mbpsની સ્પીડથી ડેટા મળશે અને લિમિટ ડેટા ખતમ થયા બાદ સ્પીડ ઘટીને ૧ mbps જેટલી થઇ જશે. સાથે સાથે આ પ્લાનમાં ફ્રી કોલિંગની પણ સુવિધા આપવામાં આવી રહી છે.

BSNLના પ્લાનની ખાસ વાતે છે કે, ગ્રાહકો દેશના કોઈ પણ ભાગમાં આ પેક્સનો લાભ લઇ શકે છે. જો કે આ પ્લાન અંદમાન – નિકોબાર માટે માન્ય રહેશે નહિ.

૯૯ રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને પ્રતિદિન ૨૦ mbpsની સ્પીડથી ૧.૫ GB ડેટા અને ૧૯૯ રૂપિયાના પ્લાનમાં ૫ GB ડેટા મળશે. એટલે કે ૧ મહિનામાં કુલ ૧૫૦ GB ડેટા મળશે.

જયારે ૨૯૯ રૂપિયામાં કુલ ૩૦૦ (૧૦ GB/દિવસ) અને ૩૯૯ રૂપિયાના પ્લાનમાં કુલ ૬૦૦ GB ડેટા ( ૨૦ GB/દિવસ) ડેટા મળશે.