ઓવલ,
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. પાંચમી ટેસ્ટ મેચમાં હાલમાં યજમાન ટીમ સંગીન સ્થિતિમાં જોવા મળી રહી છે.

ઈંગ્લેંડની ટીમે પોતાની બીજી ઇનિંગ્સમાં પોતાની અંતિમ ટેસ્ટ રમી રહેલા ઓપનર એલિસ્ટર કૂકે શાનદાર સદી ફટકારવાની સાથે જ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે.
પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ અને દુનિયાના પાંચમા બેટ્સમેન બન્યા કૂક
આ સદી ફટકારવાની સાથે જ કૂક ઈંગ્લેંડ તરફથી પોતાની પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ અને દુનિયાના પાંચમા બેટ્સમેન બની ગયા છે.

ટેસ્ટ ક્રિકેટમાં કૂકથી પહેલા ઓસ્ટ્રેલિયાના રેગી ડફ, બિલ પોન્સફોર્ડ અને ગ્રેગ ચેપલ જયારે ભારત તરફથી મોહમ્મદ અજહરદ્દીન પોતાની પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી ચુક્યા છે.
બીજી બાજુ એક સંયોગ પણ છે કે, એલિસ્ટર કૂકે પોતાના ટેસ્ટ કેરિયરની શરૂઆત ભારત વિરુધ કરી હતી. વર્ષ ૨૦૦૬માં નાગપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ૧૦૪ રન બનાવ્યા હતા, જયારે હવે ભારત સામેની જ અંતિમ ટેસ્ટમાં પણ કૂકે સદી ફટકારી છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કુમાર સંગાકારાને છોડ્યા પાછળ
આ ઉપરાંત ઈંગ્લેંડ તરફથી સૌથી વધુ રન બનાવનાર કૂક પોતાની ઇનિંગ્સ દરમિયાન ૭૬ રનના સ્કોરે પહોચવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ૫માં સ્થાન પર આવી ગયા છે.
Former England skipper Alastair Cook became the most successful left-hand batsman in Test cricket as he surpassed former Sri Lankan captain Kumar Sangakkara's figure of 12400 runs in the longest format of the game
Read @ANI story | https://t.co/fuCaYlpuTE pic.twitter.com/4X2MrHNp1O
— ANI Digital (@ani_digital) September 10, 2018
કૂકની આગળ સચિન તેંડુલકર ૧૫,૯૨૧ રન, રિકી પોન્ટિંગ ૧૩,૩૭૮ રન, જેક્સ કાલિસ ૧૩,૨૮૯ રન, રાહુલ દ્રવિડ ૧૩,૨૮૮ રન અને કુમાર સંગાકારા ૧૨,૪૦૦ રન બનાવી ચુક્યા છે.
On his way to a dream final century, Alastair Cook broke into the top five Test run-scorers of all time!
Read more ➡️ https://t.co/KMha1oGd9e pic.twitter.com/WwTRNofNeF
— ICC (@ICC) September 10, 2018
અંતિમ ટેસ્ટમાં એલિસ્ટર કૂકે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગાકારાને પાછળ છોડી આ મુકામ હાંસલ કર્યું છે. આ પહેલા સંગાકારાએ ૧૩૪ ટેસ્ટ મેચમાં ૧૨૪૦૦ રન બનાવ્યા હતા, જેમાં ૩૪ સદી અને ૫૨ અડધી સદીનો સમાવેશ થાય છે.

૩૩મી સદી ફટકારી છોડ્યા સ્ટીવ વોને પાછળ
પોતાની અંતિમ ટેસ્ટ મેચ રમી રહેલા કૂકે પોતાના ટેસ્ટ કેરિયરની ૩૩મી સદી ફટકારવાની સાથે જ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો (૩૨ સદી)ને પાછળ છોડ્યા છે.
