સરકારે સોમવારે ઓક્ટોબર માટે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) કલેક્શનના આંકડા જાહેર કર્યા. GST સિસ્ટમ લાગુ થયા બાદ બીજી વખત આટલો ટેક્સ વસૂલવામાં આવ્યો છે. ડેટા અનુસાર ઓક્ટોબર 2021માં 1.3 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ઓક્ટોબરમાં 24% વધુ ટેક્સ વસૂલવામાં આવ્યો છે. કોરોનાના નવા કેસમાં ઘટાડા અને બજાર ખુલવાની અસર GST કલેક્શનમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.
Gross GST revenue collected in October’21 is Rs 1,30,127 crores. The GST revenues for October have been the second-highest ever since the introduction of GST, second only to that in April 2021: Ministry of Finance pic.twitter.com/jp49131dJ4
— ANI (@ANI) November 1, 2021
સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, આ વખતે GST તરીકે રૂ. 1,30,127 કરોડ મળ્યા હતા, જેમાં CGST રૂ. 23,861 કરોડ, SGST રૂ. 30,421 કરોડ અને IGST રૂ. 67,361 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલા રૂ. 32,998 કરોડ સહિત) અને સેસ. 8,484 કરોડ (માલની આયાત પર એકત્રિત કરાયેલ રૂ. 699 કરોડ સહિત). GST વસૂલાતના આંકડા આર્થિક રિકવરીના વલણો સાથે મેળ ખાય છે અને બીજા વેવથી દર મહિને જનરેટ થતા ઈ-વે બિલના વલણો પરથી પણ આ સ્પષ્ટ થાય છે, એમ નિવેદનમાં જણાવાયું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર્સના પુરવઠામાં વિક્ષેપને કારણે ઓટો અને અન્ય ઉત્પાદનોના વેચાણને અસર ન થઈ હોત તો આવકની વસૂલાત હજી પણ વધારે થઇ હોત.
