Gujarat News/ HPCLની ક્રૂડ ઓઈલ પાઈપલાઈનમાં પંચર કરી ચોરીનું કાવતરું, 8 ઝડપાયા

આરોપીઓએ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના પરપાદર તાલુકાના કાલુડી ગામની સીમમાં ખરાબાની જમીનમાં આશરે 3થી 4 ફૂટ ઊંડો ખાડો ખોદીને HPCLની ક્રૂડ ઓઈલ પાઈપલાઈનમાં ગેરકાયદેસર રીતે પંચર કર્યું હતું.

Top Stories Gujarat
ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે HPCLની ક્રૂડ ઓઈલ પાઈપલાઈન (Crude Oil Pipeline)માંથી ગેરકાયદેસર રીતે ઓઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.

Gujarat News : ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે HPCLની ક્રૂડ ઓઈલ પાઈપલાઈન (Crude Oil Pipeline)માંથી ગેરકાયદેસર રીતે ઓઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ 8 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. ATSને બાતમી મળી હતી કે ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ઈસમો મળીને રાજસ્થાનના બાલોત્રા જિલ્લામાંથી પસાર થતી HPCLની ક્રૂડ ઓઈલ પાઈપલાઈનમાં ગેરકાયદેસર રીતે પંચર કરી ઓઈલ ચોરી કરી રહ્યા છે અને તેને અમદાવાદ-રાજકોટ હાઈવે પર વેચવાનું કાવતરું ઘડી રહ્યા છે.

બાતમીના આધારે ગુજરાત ATSની ટીમે અમદાવાદ-રાજકોટ હાઈવે પર કુવાડવા નજીક સોખડા ગામ તરફ જવાના રસ્તા પરથી એક ઈસમને અટકાવ્યો હતો. તેની પાસેથી મળેલા ક્રૂડ ઓઈલ અંગે પૂછપરછ કરતાં તેણે આ ઓઈલ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામ પાસેથી લાવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ATSની ટીમે આ કાવતરામાં સંડોવાયેલા અન્ય 7 ઈસમોને રાજસ્થાનના ટાપરા નજીક આવેલા ઢાબા પરથી ઝડપી લીધા હતા.

જમીનમાં આશરે 3થી 4 ફૂટ ઊંડો ખાડો ખોદીને HPCLની ક્રૂડ ઓઈલ પાઈપલાઈન (Crude Oil Pipeline)માં ગેરકાયદેસર રીતે પંચર કર્યું

પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના પરપાદર તાલુકાના કાલુડી ગામની સીમમાં ખરાબાની જમીનમાં આશરે 3થી 4 ફૂટ ઊંડો ખાડો ખોદીને HPCLની ક્રૂડ ઓઈલ પાઈપલાઈન (Crude Oil Pipeline)માં ગેરકાયદેસર રીતે પંચર કર્યું હતું. આ ઉપરાંત પાઈપલાઈનમાં વાલ્વ પણ લગાવવામાં આવ્યો હતો. ATS અને રાજસ્થાન પોલીસે સ્થળ પર તપાસ કરતાં જમીનમાં ખાડો અને પાઈપલાઈનમાં લગાવાયેલો ગેરકાયદેસર વાલ્વ મળી આવ્યો હતો.

આ મામલે રાજસ્થાનના જાસોલ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ 8 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે આ કાવતરામાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે અંગે વધુ તપાસ ચાલુ છે.


આ પણ વાંચો : રાજ્યમાં ઓઈલ અને સ્ક્રેપના વેપારીઓને ત્યાં CGST ના દરોડા, અંદાજે 200 કરોડની કરચોરી

આ પણ વાંચો : IOCL કંપનીની પાઈપ લાઈનમાં કાણું પાડી કરોડોના ઓઈલની કરી ચોરી, બે ભેજાબાજ ભાઈબંધુઓનું કારસ્તાન

આ પણ વાંચો : રાષ્ટ્રીય સંપત્તિ કહેવાતા ક્રૂડ ઓઈલની ચોરીનો માસ્ટર માઈન્ડ સંકંજામાં