રાષ્ટ્રીય સંપત્તિ ક્રૂડ ઓઇલની ચોરીનું ષડયંત્ર આચરનાર ગેંગને લોકલ ક્રાઈમ બ્રાંચ અમદાવાદ ગ્રામ્ય દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. જેમાં પાઇપલાઇનમાં પંચાયત કરી ચોરી કરાયેલા હોલને રીસીવ કરનાર મુખ્ય સૂત્રધારને અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે પાંચ લાખના ચોરી કરાયેલા ઓઇલ સાથે આરોપીને ઝડપી પાડયો છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ હસ્તકની પશ્ચિમ ક્ષેત્ર ની પાઈપ લાઈનમાં પંચર કરી સાહીઠ ફુટ લાંબો પંખી ઓરડીની અંદર ચોરીનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું. આ કેસમાં અગાઉ લોકલ ક્રાઇમ બ્રાંચે ૭ આરોપીઓની ધરપકડ કરી 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પરંતુ ચોરી કરીને વેચી નાખવામાં આવેલું ઓઇલ કોણ લઇ ગયું હતું તે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી. જેમાં દાણીલીમડા વિસ્તારમાં રહેતો અને મૂળ ધંધુકા ની ગેબી ફળી ગામનો રહેવાસી ઈસ્માઈલ ઉર્ફે સમીર મોદનની લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરવામાં સફળતા મેળવી છે.
મુખ્ય સૂત્રધાર ઈસ્માઈલ મોદન ચોરી કરાયેલું ઓઈલ માર્કેટમાં વેચતો હોવાની હકીકત સામે આવી હતી. જેના આધારે લોકલ ક્રાઇમ બ્રાંચે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને ઈસ્માઈલ ચોરી કરાયેલા ઓલ સાથે ઝડપાઈ ગયો. પૂછપરછ દરમિયાન પોલીસે 5 લાખનું ચોરી કરાયેલું મુખ્ય સૂત્રધાર ઈસ્માઈલ મોદન પાસેથી રિકવર કર્યું છે. અને આ કેસમાં વધુ ઊંડાણ સુધી જવા અને અન્ય શખ્સોના નામ બહાર લાવવા પોલીસે આરોપી ઈસ્માઈલની પૂછપરછની ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
