Rajkot News/ રાજકોટમાં વિકાસના દાવા વચ્ચે બિસ્માર રસ્તો! AIIMSના માર્ગ પર મસમોટા ખાડા

Rajkot AIIMS Road Damage: પરાપીપળીયાથી AIIMS હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગ પર 5 ફૂટથી મોટા ખાડા પડતાં વાહનચાલકો, દર્દીઓ અને એમ્બ્યુલન્સને મુશ્કેલી પડી રહી છે. તાત્કાલિક સમારકામની માંગ સાથે આંદોલનની ચીમકી અપાઈ.

Gujarat Top Stories Rajkot
Rajkot AIIMS Road Damage: 5 ફૂટથી મોટા ખાડા, દર્દીઓ-એમ્બ્યુલન્સ પરેશાન

Rajkot News: રાજકોટના પરાપીપળીયા ગામ નજીકથી AIIMS હોસ્પિટલ તરફ જતા મુખ્ય (Parapipaliya Road) માર્ગની હાલત અત્યંત ખરાબ બની ગઈ (Rajkot AIIMS Road Damage) છે. રસ્તા પર અનેક સ્થળે મોટા અને ઊંડા ખાડા પડી જતાં રોજિંદા વાહનવ્યવહારને ગંભીર અસર થઈ રહી છે. ખાસ કરીને હોસ્પિટલ તરફ જતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આ રસ્તો મુશ્કેલીનું કારણ બની રહ્યો છે.

Rajkot AIIMS Road Damage: 5 ફૂટથી મોટા ખાડાથી વાહનચાલકો પરેશાન

સ્થાનિકોના જણાવ્યા મુજબ માર્ગ પર ખાડા 5 ફૂટથી પણ મોટા અને ઊંડા છે. વરસાદ બાદ રસ્તાની સ્થિતિ વધુ કથળી હોવાનું સામે આવ્યું છે. વાહનચાલકોને ખાડાઓથી બચીને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે, જેના કારણે અકસ્માતનું જોખમ પણ વધતું જોવા મળ્યું છે.

દર્દીઓ અને એમ્બ્યુલન્સ માટે ગંભીર મુશ્કેલી

પરાપીપળીયાથી AIIMS સુધીના આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ, મુલાકાતીઓ, હોસ્પિટલ સ્ટાફ અને એમ્બ્યુલન્સની અવરજવર (Rajkot Ambulance Problem) થાય છે. ગંભીર દર્દીઓને લઈને જતી એમ્બ્યુલન્સને પણ મસમોટા ખાડાઓમાંથી પસાર થવું પડતું હોવાથી મુશ્કેલી વધી છે. ઈમરજન્સી સારવાર માટે હોસ્પિટલ પહોંચતા દર્દીઓ માટે રસ્તાની આ સ્થિતિ વધુ ચિંતાજનક બની છે.

વાહનોને નુકસાન અને અકસ્માતનો ભય

રસ્તાની બિસ્માર સ્થિતિને કારણે વાહનોને નુકસાન થવાની ફરિયાદો પણ સામે આવી છે. ખાડાઓના કારણે વાહનચાલકો અચાનક બ્રેક મારતા અથવા રસ્તો બદલતા હોવાથી નાના-મોટા અકસ્માતનું જોખમ (Road Accident Risk) પણ વધી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા સમયસર સમારકામ કરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

ભાજપના પૂર્વ પ્રમુખે તંત્રને રજૂઆત કરી

રસ્તાની સમસ્યાને લઈને રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા પણ મેદાને આવ્યા છે. તેમણે માર્ગ અને મકાન વિભાગ (R&B)ના અધિકારીઓને લેખિત રજૂઆત કરી પરાપીપળીયાથી AIIMS હોસ્પિટલ સુધીના માર્ગનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે.

સમારકામ નહીં થાય તો આંદોલનની ચીમકી

નાગદાન ચાવડાએ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ માર્ગનું વહેલી તકે રિપેરિંગ નહીં કરવામાં  આવે તો જનહિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.હવે જોવાનું રહેશે કે દર્દીઓ અને વાહનચાલકોની મુશ્કેલીને ધ્યાનમાં લઈને તંત્ર આ માર્ગના સમારકામ માટે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે.


આ પણ વાંચો: ખેતરોમાં ફરી વળ્યું ક્રૂડ ઓઇલ! હિંગળાજપુરામાં ONGCની પાઇપલાઇન લીકેજથી પાકને નુકસાન

આ પણ વાંચો: મહીસાગરમાં મેઘરાજાનો કહેર: 4 ગામ સંપર્કવિહોણાં, 28 લોકોનું રેસ્ક્યુ; 100 લોકો ફસાયા

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો કહેર કે રાહત? અમદાવાદમાં પાણી ભરાયા, વલસાડનો છીપવાડ અંડરપાસ ફરી બંધ