Not Set/ જાણી લો આ નેતા હશે, ભાજપનાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, 20 જાન્યુ. એ લેશે શપથ

જેપી નડ્ડા 20 જાન્યુઆરીએ ભાજપના 11 મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાવું નિશ્ચિત થઇ ગયું છે. આમ હવે કાર્યકારીમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાનો નડ્ડાનો માર્ગ આસાન થઇ ગયો છે. અત્યારે રાજ્યવાર ભાજપ સંગઠન માટે ચૂંટણી કેટલાક સ્થાને યોજાઇ ચૂકી છે અથવા ચાલનારી છે. ભાજપના બંધારણ મુજબ, રાજ્યના 50 ટકાથી વધુ એકમોની ચૂંટણીઓ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી […]

Top Stories India

જેપી નડ્ડા 20 જાન્યુઆરીએ ભાજપના 11 મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાવું નિશ્ચિત થઇ ગયું છે. આમ હવે કાર્યકારીમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાનો નડ્ડાનો માર્ગ આસાન થઇ ગયો છે. અત્યારે રાજ્યવાર ભાજપ સંગઠન માટે ચૂંટણી કેટલાક સ્થાને યોજાઇ ચૂકી છે અથવા ચાલનારી છે.

ભાજપના બંધારણ મુજબ, રાજ્યના 50 ટકાથી વધુ એકમોની ચૂંટણીઓ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. માનવામાં આવે છે કે 19 જાન્યુઆરી સુધીમાં ભાજપના 55 ટકાથી વધુ રાજ્ય એકમો માટેની ચૂંટણીઓ પૂર્ણ થઈ જશે અને તે પછી જ 20 મી જાન્યુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાશે અને સાંજે 4 કલાકે નડ્ડાના નામની ઘોષણા પણ થઇ જશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે નામાંકન પ્રક્રિયા20 મી જાન્યુઆરીએ સવારે 10:00 કલાકે શરૂ થશે. નોમિનેશન પાછા ખેંચવાનો સમય બપોરે 2:00 વાગ્યે આપવામાં આવશે અને તે પછી બપોરે 4:00 વાગ્યા સુધીમાં ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.