પ્રેમ કરનાને આજે પણ આકરી સજા આપવામાં આવે છે. પ્રેમ કરવો એ કોઈ ગુનો નથી. તો પછી પ્રેમ કરનારને જ કેમ સજા આપવામાં આવે છે. આજે પણ ગુજરાતના ઘણા એવા ગામડાઓ છે જ્યાં પ્રેમ કરવો એ જાણે પાપ સમાન છે. આજે પણ અહીં પ્રેમ કરનાર યુગલને આકરી સજા કરવામાં આવે છે. જણાવીએ કે બનાસકાંઠાનો લાખણીના અસાસણ ગામે પોતાની પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને ગામ લોકોએ પકડીને આવી જ કંઇક સજા કરી છે.
મળતી માહિતી અનુસાર ગામનાં લોકોએ આ પ્રેમીને પહેલા પક્ડ્યો અને બાદમાં તેનું માથું ખુલ્લી બ્લેડથી મૂંડી નાખ્યું હતું. એટલું જ નહીં યુવક પર કરાઇ રહેલા આ અત્યાચારનો વીડિયો પણ તેમના દ્વારા બનાવામાં આવ્યો છે.
હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. પરંતુ કોઇ પોલીસ ફરિયાદ ન થતા આવું કૃત્ય કરનારાઓને વધુ ને વધુ પ્રોત્સાહન મળે છે અને તેઓ અવારનવાર આવી ઘટનાઓ કરતા રહે છે.
https://www.facebook.com/mantavyanews/videos/2532765853624853/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
