ઘણી વખત નોકરી અથવા વ્યવસાય ધરાવતા લોકોને કેટલાક કારણોસર પોતાનું સ્થળ છોડવું પડતું હોય છે. આવી સ્થિતિમાં વારંવાર હોમ બ્રાન્ચમાં જઈને કામ પતાવવું શક્ય નથી. જો તમે પણ કોઈ કારણસર બીજે ક્યાંક રહેતા હોવ અને તમારી બેંકની હોમ બ્રાંચ બદલવાનું વિચારી રહ્યા હોવ તો તમારે આ માટે બેંક જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તમારી બેંકની શાખા સરળતાથી બદલી શકો છો. ચાલો જાણીએ તેની સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસેસ.
હોમ બ્રાન્ચ બદલવાની પ્રક્રિયા
બેંકની શાખા બદલવાના નિયમો દરેક બેંકમાં અલગ છે. જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અથવા PNBના ગ્રાહક છો અને તમારા બેંક ખાતાની હોમ બ્રાન્ચ બદલવા માંગો છો, તો તમે આ કામ ઘરે બેઠા કરી શકો છો. આ માટે જરૂરી છે કે તમારું ઇન્ટરનેટ બેન્કિંગ કામ કરતું હોય. જો ઇન્ટરનેટ બેન્કિંગ નથી તો તમારે પહેલા ઇન્ટરનેટ બેંકિંગ માટે નોંધણી કરાવવી આવશ્યક છે.
SBI માં બેંક શાખા બદલવાની પ્રક્રિયા
- સૌથી પહેલા onlinesbi.com ની વેબસાઈટ પર જાઓ.
- જો તમે ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરો છો, તો પર્સનલ બેન્કિંગ વિકલ્પ પર જઈને લોગિન કરો.
- જો તમે પહેલાથી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તો પહેલા તમારું આઈડી રજીસ્ટર કરો.
- હવે ‘e-Services’ ના વિકલ્પ પર ક્લિક કરો.
- આગળ, ટ્રાન્સફર ઓફ સેવિંગ્સ એકાઉન્ટ પર જાઓ.
- જો એસબીઆઈમાં ખાતું હોય, તો ટ્રાન્સફર કરવા માટેનું એકાઉન્ટ આપમેળે પસંદ કરવામાં આવશે.
- હવે તમે જ્યાં એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માંગો છો તે બ્રાન્ચનો બ્રાન્ચ કોડ દાખલ કરો.
- પછી ગેટ બ્રાન્ચ નેમ વિકલ્પ પસંદ કરો અને નવી શાખા પસંદ કરો.
- હવે નવી શાખાનું નામ દાખલ કરીને, તેને સબમિટ કરો.
- એકવાર સબમિટ કર્યા પછી, તમારી બેંક શાખા બદલવાની વિનંતી પણ નોંધવામાં આવશે.
PNB માં બેંક શાખા બદલવાની પ્રક્રિયા
- આમાં તમે રિટેલ ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા લોગીન કરો
- આ પછી અન્ય સેવાઓના વિકલ્પ પર ક્લિક કરો અને ચેન્જ હોમ બ્રાન્ચનો વિકલ્પ પસંદ કરો
- હવે તે શાખા ID પસંદ કરો કે જેમાં એકાઉન્ટ ટ્રાન્સફર કરવાનું છે
- શાખા ID દાખલ કર્યા પછી આગળ વધો, અને ટ્રાન્ઝેક્શન પાસવર્ડ દાખલ કરો.
- આખી પ્રક્રિયા પછી તમારી વિનંતી નોંધવામાં આવશે.
