સુપરસ્ટાર શાહરુખ ખાને ગઇકાલે તેનો 56મો જન્મદિવસ મનાવ્યો હતો આ ખાસ દિવસે સોશિયલ મીડિયા તેના ચાહકો અને મનોરંજન જગતના તેના મિત્રો તરફથી સતત શુભેચ્છાઓથી છલકાઈ રહ્યું હતું. આ ખાસ અવસર પર શાહરુખ ના બેસ્ટ ફ્રેન્ડ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને કિંગ ખાનને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેની સાથે શાહરૂખ ખાનની એક તસવીર શેર કરતા સલમાન ખાને લખ્યું, “આજે આપણા ભાઈનો જન્મદિવસ છે… હેપ્પી બર્થડે મારા ભાઈ!”
https://www.instagram.com/p/CVxuEaZvvSr/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :લગ્નના ડ્રેસમાં જોવા મળી સપના ચૌધરી, વીડિયો જોઈએ ચાહકો થયા આશ્ચર્યચકિત
શાહરૂખ ખાનના ચાહકો અને અનુયાયીઓ તેની એક ઝલક મેળવવા માટે તેના ઘર મન્નતની બહાર એકઠા થઈ થયા હતા, જેઓ દર વર્ષે તેમનો આભાર માનવા માટે તેની બાલ્કનીમાં આવે છે. જો કે આ વર્ષ કંઈક અલગ જ હતું.
અહેવાલો અનુસાર, કિંગ ખાનનો જન્મદિવસ શાંતિપૂર્ણ રહ્યો કારણ કે તેમના નિવાસસ્થાનની બહાર પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો :WWE સુપરસ્ટારે દિવાળીનાં અવસર પર ભારતીઓને આપ્યો આ ખાસ સંદેશ, Video
પોલીસ અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે તેમની પાસે શાહરૂખની મેનેજર પૂજા દદલાનીનો સંદેશ છે જેમાં તેમને જાણ કરવામાં આવી છે કે સુપરસ્ટાર, તેનો પુત્ર આર્યન ખાન અને પરિવારના અન્ય સભ્યો અલીબાગમાં તેના ફાર્મહાઉસમાં છે.
રિપોર્ટ્સ અનુસાર આર્યન જેલમાંથી છૂટ્યા બાદ શાહરૂખ તેના અલીબાગના ઘરે સમય પસાર કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આર્યન ખાન 30 ઓક્ટોબરે આર્થર રોડ સેન્ટ્રલ જેલ (ARCJ)માંથી બહાર આવ્યો હતો.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ દાવો કર્યો હતો કે આર્યન ગેરકાયદેસર દવાઓની દાણચોરી, પ્રતિબંધિત સામગ્રીની ખરીદી અને વિતરણમાં સામેલ હતો, જે એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.
આ પણ વાંચો :અહાન શેટ્ટી-તારા સુતારિયાની ફિલ્મ તડપનું પ્રથમ સોંગ તુમસે ભી જ્યાદા રિલીઝ
કરોડો દિલો પર રાજ કરનારા શાહરુખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965માં રાજધાની દિલ્હીમાં થયો હતો. શાહરુખ ખાન આજે કરોડો લોકોના દિલો પર રાજ કરે છે. તેમના ફેન્સ દેશમાં જ નહીં, વિદેશોમાં પણ છે.
આ પણ વાંચો :રાખી સાવંતે પ્રેમ ચોપરાને કરી KISS, યુઝર્સ બોલ્યા – અરે રાખી મેમ, તેમણે તો…
આ પણ વાંચો :બ્રાલેટ અને શોર્ટ્સમાં નિયા શર્માએ ચાહકોના ઉડાવ્યા હોશ, 31 વર્ષની ઉંમરે પણ લાગી રહી છે હોટ
